Shraddha hatyakand update

Shraddha hatyakand update: પુરાવાની શોધમાં આફતાબને લઈને ઉત્તરાખંડ અને હિમાચલ જશે દિલ્હી પોલીસ

Shraddha hatyakand update: આ વર્ષે મે મહિનામાં દિલ્હી શિફ્ટ થતાં પહેલાં આફતાબ અને શ્રદ્ધાએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ફરવા ગયા હતા.

નવી દિલ્હી, 18 નવેમ્બર: Shraddha hatyakand update: હજુ સુધી પોલીસને ન તો શ્રદ્ધાનો મોબાઈલ ફોન મળ્યો છે કે ન તો તેનું કપાયેલું માથું મળી શક્યું છે. હત્યામાં વપરાયેલ હથિયાર પણ હજુ સુધી શોધી શકાયું નથી. દિલ્હી પોલીસ હવે પુરાવાની શોધમાં આફતાબને લઈને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જશે.

દિલ્હીના મહરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત છતરપુરમાં લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલા સામે દિલ્હી પોલીસના હાથ હજુ પણ ખાલી છે. દિલ્હી પોલીસને હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે જે આફતાબ સામેના આરોપોને સાબિત કરતા હોય.

હજુ સુધી પોલીસને ન તો શ્રદ્ધાનો મોબાઈલ ફોન મળ્યો છે કે ન તો તેનું કપાયેલું માથું મળી શક્યું છે. હત્યામાં વપરાયેલ હથિયાર પણ હજુ સુધી શોધી શકાયું નથી. દિલ્હી પોલીસ હવે પુરાવાની શોધમાં આફતાબને લઈને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જશે. આ વર્ષે મે મહિનામાં દિલ્હી શિફ્ટ થતાં પહેલાં આફતાબ અને શ્રદ્ધાએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ફરવા ગયા હતા. શ્રદ્ધાને ફરવું ખૂબ જ પસંદ હતું. દિલ્હી પોલીસે જણાવ્યું કે આફતાબ અને શ્રદ્ધા એક સાથે ઘણી જગ્યાએ ફરવા ગયા હતા.

આફતાબનો થશે નાર્કો ટેસ્ટ, ખોલશે છુપાયેલા રહસ્યો 

પાંચ દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ પણ પોલીસ તેની પાસેથી હકીકત કઢાવી શકી નથી. તે સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. ગુરુવારે, દિલ્હી પોલીસની વિનંતી પર, સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લાની કોર્ટે આફતાબના રિમાન્ડને બીજા પાંચ દિવસ માટે લંબાવી દીધા હતા. કોર્ટે સત્ય બહાર લાવવા માટે આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવાની પણ મંજૂરી આપી છે.

પુરાવા અંગે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે આફતાબ 

મળતી માહિતી અનુસાર, અહીંના વકીલે કોર્ટને કહ્યું કે આફતાબ વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. ક્યારેક તે મોબાઈલ ફોનને કેનાલમાં ફેંકવાની વાત કરે છે તો ક્યારેક મહરૌલીના જંગલમાં ફેંક્યો હોવાની વાત કરે છે. એવી જ રીતે તે શ્રદ્ધાનું માથું, કપડાં અને મૃત શરીર કાપવા માટે ઉપયોગમાં લેવાયેલી આરી વિશે પણ સાચી જાણકારી આપી રહ્યો નથી. તેની પાસેથી સત્ય બહાર લાવવા માટે તેનો નાર્કો ટેસ્ટ કરાવવો જરૂરી છે. આફતાબના વકીલ પણ આ માટે સહમત થયા હતા, ત્યારબાદ કોર્ટે નિષ્ણાતોની ટીમની સામે નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી હતી.

આ પણ વાંચોMadhu Srivastava: મારા કાર્યકરની કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ: મધુ શ્રીવાસ્તવ

Gujarati banner 01