Shraddha murder case

Shraddha murder case udpate: શ્રદ્ધા હત્યા મામલામાં કોર્ટે આફતાબની પોલીસ કસ્ટડી પાંચ દિવસ માટે વધારી, આરોપીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસો

Shraddha murder case udpate: આરોપી આફતાબ પૂનાવાલાએ હવે કરાવવો પડશે નાર્કો ટેસ્ટ

નવી દિલ્હી, 17 નવેમ્બર: Shraddha murder case udpate: લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા અને તેના શરીરના ટુકડા કરવાના આરોપી આફતાબ પૂનાવાલાએ હવે નાર્કો ટેસ્ટ કરાવવો પડશે. કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. કેસમાં સાકેત કોર્ટે આરોપી આફતાબની 5 દિવસની પોલીસ કસ્ટડી પણ વધારી છે. શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસ તપાસમાં થયેલા ખુલાસા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આફતાબને કોર્ટમાં ‘શારીરિક રીતે’ રજૂ કરવામાં આવશે તેવી અપેક્ષા સાથે વકીલોનું એક મોટું જૂથ કોર્ટરૂમની બહાર એકત્ર થયું હતું. તેઓ આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબે પોલીસ સામે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

મળતી માહિતી મુજબ, શ્રદ્ધાના ટુકડા કર્યા બાદ આરોપીએ તેની ઓળખ છુપાવવા માટે તેનો ચહેરો સળગાવી દીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેને આ બધી માહિતી ઇન્ટરનેટ દ્વારા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જે વાહનમાં શ્રદ્ધાના કપડા ફેંકવામાં આવ્યા હતા તેની ઓળખ પોલીસે કરી લીધી છે. પોલીસે આવા બે સ્થળોની ઓળખ કરી છે જ્યાં ડસ્ટબિનનો કચરો ફેંકવામાં આવ્યો હતો. તે સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે કહ્યું હતું કે આફતાબને કોર્ટમાં લાવવામાં તેની સુરક્ષા સામે ખતરો હોઈ શકે છે. આ પછી કોર્ટે તેને વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરવાની મંજૂરી આપી હતી. શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસ તપાસમાં થયેલા ખુલાસા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Bharat jodo yatra: ‘ભારત જોડો યાત્રા’ માં રાષ્ટ્રગાનના બદલે વગાડવામાં આવ્યું બીજું ગીત, અહીં જુઓ video…

Gujarati banner 01