Favimax tablets

State-wide raids: કોરોના કાળમાં દવાની કાળાબજારી કરનારાઓ સામે તંત્ર થયુ એલર્ટ, 5850 ટેબલેટનો જથ્થો પકડી પાડ્યો..!

State-wide raids: વેબસાઇટ ઉપર કોરોનાની અત્યંત ઉપયોગી Favipiravir ઘટક ધરાવતી દવાની જાહેરાત અન્વયે બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના રાજય વ્યાપી દરોડા


State-wide raids: દરોડા દરમિયાન આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ૫૮૫૦ ટેબલેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

અહેવાલ: દિલીપ ગજજર

ગાંધીનગર, ૩૧ મે: State-wide raids: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા એ જણાવ્યુ છે કે, વેબસાઇટ ઉપર કોરોનાની અત્યંત ઉપયોગી Favipiravir ઘટક ધરાવતી દવાની જાહેરાત અન્વયે બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.આ દરોડા દરમિયાન  આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ૫૮૫૦ ટેબલેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, કોરોનાની મહામારીમા માનવજીદંગી બચાવવા માટે વપરાતી એંટીવાયરલ ટેબલેટ ડોક્ટર દ્વારા દર્દીઓને પ્રીસ્ક્રાઈબ કરવામા આવે છે. જે દવાને મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશની બનાવટી કંપની દ્વારા ગ્વાલિયર (ઉત્તરપદેશ) સ્થિત દવાની પેઢીમાંથી સુદીપ મુખર્ર્જી નામના ઈસમ મારફતે FAVIMAX 400 તથા FAVIMAX 200  Tablets નું ગુજરાત ખાતે મે. મેડીટેબ વર્લ્ડવાઇડ, કાંદીવલી-ઇસ્ટ, મુંબઈ દ્વારા કુલ સાત પેઢીઓને

  • ઓનકોવ ઓરેંજ ફાર્મા, રાજકોટ,
  • જલીયાણ ફાર્મા. રાજકોટ,
  • ક્રિષ્નમ ફાર્મા, એલીસબ્રિજ, અમદાવાદ,
  • કિવોન્યક્ષ હેલ્થકેર, ચાંગોદર, અમદાવાદ,
  • જ્યોત આર્મા, ભાવનગર,
  • રન મેડવે ફાર્મા, સુરત,
  • સંસ્કૃતિ ફાર્મા, સુરત

પેઢીઓને વેચાણ કરેલ તેમજ ગુજરાત ખાતે સીધુ મે. આર્મેડ ફોર્મ્યુલેશન, સેટેલાઇટ, અમદાવાદ ખાતે સીધુ વેચાણ કરતા હોવાનું અને મે. આર્મેડ ફોર્મ્યુલેશનએ પણ વેબસાઇટ ઉપર જાહેરાત કરતી અન્ય અમદાવાદની કંપની મે. આર.બી.રેમેડીઝ પ્રા. લી., મટોડા, અમદાવાદ અને મે. એનીસમ લાઇફસાયન્સ, મટોડા, અમદાવાદની પેઢીને નકલી દવા વેચાણ કરતા ઝડપી પાડવામાં આવ્યુ છે.

મે. મેક્સ રિલીફ હેલ્થકેર, સોલોન, હિમાચલ પ્રદેશ ખાતે દવાના ઉત્પાદનના કોઈ પણ પ્રકારના પરવાના  ધરાવતી નથી આવા નામની કોઇ કંપની જ હયાત નથી તેમ છતાં આ નકલી કંપની દ્વારા DCG(I) New Delhi ના નામના બનાવટી પ્રોડક્ટ લાયન્સ, બોગસ ડ્બલ્યુ એચ.ઓ. જી.એમ.પી સર્ટીફીકેટ  (WHO-GMP Certificate ) અને મે. કોવેલેન્‍ટ હેલ્થકેર, કોલકત્તા, વેસ્ટ બંગાળના નકલી નામે માર્કેટીંગ કરતા હોવાનું પણ તપાસ દરમ્યાન ધ્યાને આવેલ છે.

Whatsapp Join Banner Guj

State-wide raids: અમદાવાદની પેઢીએ તેઓની ગુગલ વેબસાઈટ પર FAVIMAX 400 તથા FAVIMAX 200  Tablets ના વેચાણ ની જાહેરાત આ તંત્રના કાબેલ અધિકારીઓના ધ્યાને આવતા સમગ્ર પ્રકરણનો પ્રર્દાફાશ થયેલ અને દરોડાની કામગીરી સાંજથી લઈ બીજા દિવસ સવાર સુધી કરવામાં આવેલ. સમગ્ર દરોડા દરમિયાન  આશરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ૫૮૫૦ ટેબલેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને પકડાયેલ દવાઓમાંથી ઔષધ નિરીક્ષક દ્વારા ચકાસણી અર્થે કાયદેસરના નમુના લઈ ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો છે તથા બાકીનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો…અમદાવાદના જુહાપુરાના કુખ્યાત શખ્સ અઝહર કીટલી(azahar kitli)ની ભરુચમાંથી ATSની ટીમે ધરપકડ કરી, વાંચો શું છે મામલો..!

તેમણે ઉમેર્યુ કે,આ કામમાં સંડોવાયેલ તમામ વ્યકિતઓ સામે ઔષધ અને સૌદર્ય પ્રસાધન ધારાની જોગવાઈ(State-wide raids) મુજ્બ કડક કાર્યવાહી આ તંત્રના ઔષધ નિરીક્ષકો દ્વારા ચાલુ કરી છે અને પકડાયેલ વ્યકિતઓ સામે કાયદેસરની કડકમા કડક કાર્યવાહી આદેશો જારી કરાયા છે. આ દરોડા મા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગરના ઔષધ નિરીક્ષકોની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી છે.

State-wide raids: આવા ગુનાહીત માનસ ધરાવતા તેમજ ટૂંકાગાળામાં પૈસાદાર થવા ઈચ્છતા તથા કોરોના મહામારીનો લાભ લઈ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમ તેમણે ઉમેર્યુ છે.