Tiranga Yatra

Tiranga Yatra: દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કોડીનારમાં આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લીધો, કહ્યુ- ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે

Tiranga Yatra: છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસને મોકો આપ્યો તો બદલામાં શું મળ્યું? સારી શાળા નથી મળી, સારી હોસ્પિટલ નથી મળી, સારી નોકરી નથી મળી: મનીષ સિસોદિયા

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ Tiranga Yatra: આમ આદમી પાર્ટી દેશની એક માત્ર દેશભક્ત પાર્ટી છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ યાત્રાઓનું આયોજન કરીને લોકો સુધી અરવિંદ કેજરીવાલની ગેરંટીની માહિતી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન અને પદયાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે કોડીનારમાં તિરંગાયાત્રામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ જનમેદની જોઈ ‘આપ’ ના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ગઈકાલે મનીષ સિસોદિયાએ અમદાવાદમાં પદયાત્રામાં ભાગ લીધો હતો.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ તિરંગાયાત્રા દરમિયાન હજારોની ભીડને સંબોધતા કહ્યું કે, છેલ્લા 75 વર્ષમાં ભાજપ અને કોંગ્રેસને મોકો આપ્યો તો બદલામાં શું મળ્યું? કોઈ શાળા નથી આપી, કોઈ હોસ્પિટલ નથી આપી, નોકરી પણ નથી આપી. છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે લોકો કોંગ્રેસને વોટ આપે છે તેઓ કહે છે કે અમે કોંગ્રેસને વોટ આપીએ છીએ પરંતુ કોંગ્રેસ ભાજપની સરકાર બનાવે છે. ગુજરાતની જનતા હવે માત્ર પરિવર્તન ઇચ્છે છે. તમે એક મોકો કેજરીવાલને આપીને જોવો, તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. જેમ દિલ્હીમાં આવવા લાગ્યું છે તેમ પંજાબમાં પણ ઝીરો આવવા લાગ્યું છે. તમે 27 વર્ષથી ભાજપને આપ્યા, 32 વર્ષ કોંગ્રેસને આપ્યા, હવે એક વાર અરવિંદ કેજરીવાલને તક આપીને જુઓ.

આ પણ વાંચોઃ Kidnapped and gangrape case: એક મહિલા સાથે પાંચ માણસોએ સતત બે દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો, પીડિતા હાલ સારવાર હેઠળ

તિરંગા યાત્રાના કારણે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ગુજરાતના લોકો પર દિવસેને દિવસે વધી રહ્યું છે. ચૂંટણી હવે બહુ નજીક છે, ચૂંટણીને માત્ર 50 દિવસ બાકી છે. આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, ડોર ટુ ડોર ગેરંટી રજિસ્ટ્રેશન કેમ્પેન અને પદયાત્રાને અદ્ભુત જન સમર્થન મળી રહ્યું છે. તિરંગા યાત્રા દરમિયાન પણ, કોડીનારવાસીઓએ મનીષ સિસોદિયાજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને લોકોએ તેમના પર ખૂબ પ્રેમ વરસાવ્યો.

અરવિંદ કેજરીવાલએ 300 યુનિટ મફત વીજળી આપવાની, બાળકો માટે શાનદાર સરકારી શાળાઓ બનાવવાની, તમામ જિલ્લામાં સારી હોસ્પિટલો બનાવવાની, યુવાનોને રોજગાર આપવાની, મહિલાઓને 1000 રૂપિયા સન્માન રાશિ આપવાની, ખેડૂતોને 12 કલાક વીજળી આપવાની, ગુજરાતમાં વેપારીઓ માટે ભયમુક્ત વાતાવરણ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવવાની ગેરંટીઓ આપી છે. આ ગેરંટીઓની જાહેરાત બાદ ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને નવા વિકલ્પનાં રુપમાં જોઈ રહી છે અને પરિવર્તનની આંધી લાવવા માટે તૈયાર છે.

આ પણ વાંચોઃ Gujarat gaurav yatra 2022: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ટુવ્હિલર ચલાવી ગુજરાત ગૌરવ યાત્રામાં જોડાયા- વિપક્ષ પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

Gujarati banner 01