train with engine

Train Stoppages increase: વેરાવળ-સુરત વિન્ટર સ્પેશિયલ ટ્રેનને 5 વધારાના સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું

Train Stoppages increase: વેરાવળ-સુરત વિન્ટર સ્પેશિયલ ટ્રેનને વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, નડિયાદ, આણંદ અને ભરૂચમાં સ્ટોપેજ આપવામાં આવ્યું

રાજકોટ, 04 જાન્યુઆરીઃ Train Stoppages increase: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-સુરત અને સુરત-વેરાવળ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેનોને 5 સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત વિન્ટર સ્પેશિયલ 09 જાન્યુઆરીથી અને ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ વિન્ટર સ્પેશિયલ 08 જાન્યુઆરીથી 5 વધારાના સ્ટેશનો પર ઉભી રહેશે જેમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, નડિયાદ, આણંદ અને ભરૂચનો સમાવેશ થાય છે.

ટ્રેનોના સ્ટોપેજ સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… National Sports Promotion Award 2023: યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે ‘રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર’ 2023ની જાહેરાત કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો