Train Trips Extended: પશ્ચિમ રેલવેએ અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવી

Train Trips Extended: અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ 13 જાન્યુઆરી સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 03 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ Train Trips Extended: મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનની ટ્રિપ્સને વિશેષ ભાડા પર વિસ્તારવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ

  1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશ્યલ જે અગાઉ 13 જાન્યુઆરી સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 03 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ જે અગાઉ 14 જાન્યુઆરી સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 04 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09435 અને 09436 ની વિસ્તૃત ટ્રિપ્સ માટે બુકિંગ 20 જાન્યુઆરીથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલી ગયું છે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… National Girl Child Day: ગુજરાત વિધાનસભાગૃહનું સમગ્ર સંચાલન દિકરીઓ દ્વારા કરાશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો