Banner Puja Patel

Focus: ઘણી વખત નક્કામા કાર્યો પાછળ આપણે કિંમતી સમય બરબાદ કરી નાંખતા હોઈએ છીએ

શીર્ષક:- ફોકસ(Focus)

હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ અને સાથે સાથે અનુભવીએ પણ છીએ! આજનાં ટોપિકનું શીર્ષક છે: “ફોકસ”!(Focus)
આપણું ફોકસ(Focus) હોય છે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું, પણ આપણે પ્લાનિંગ કર્યું હોય તો પણ જે સમસ્યાઓનો સામનો કરવો પડે એ માટે આપણે ફરિયાદ કરતાં હોઈએ છીએ. આપણે ત્યાં સમસ્યા જ એ છે કે સમસ્યાનો હલ શોધવા પર ફોકસ કરવાને બદલે આપણે સમસ્યા પર જ ધ્યાન કેન્દ્રિત કરતાં હોઈએ છીએ. અને સમસ્યાનો હલ ન મળે તો નાસીપાસ થઇ જતાં હોઈએ છીએ. જ્યાંઆપણે ધ્યાન આપવાનું હોય ત્યાં નથી આપતાં અને બીજી પચાસ જગ્યાએ આપણે ભાગદોડ કરીએ છીએ.

આપણી બીજી સમસ્યા એ પણ છે કે આપણે એક સમય પર એક કામ ન કરીને મનમાં અગણિત વિચાર સાથે એક એવો પણ વિચાર રાખતાં હોય છીએ કે,” હું એક કામ કરું છું એનાથી મને ઓછો ફાયદો થાય છે તો હું બીજું પણ કામ કરીશ!” આ વિચાર હેઠળ આપણે જે કામ કરતાં હોઈએ તેનાં પર સરખું ફોકસ નથી કરતાં અને બીજાં અનેક કાર્યો શોધવાનાં કામ પર ફોકસ કરીને આપણે આપણું થતું હોય તે કામ પણ અટકાવી દેતાં હોઈએ છીએ. નક્કામા કાર્યો પાછળ આપણે આપણો કિંમતી સમય બરબાદ કરી નાંખતા હોઈએ છીએ. ધ્યાન રાખવું કે એક સમય પર એક કામ કરીએ તો જ સારું પરિણામ આવે. સમસ્યા પર ફોકસ કરવાને બદલે આપણે જો સમાધાન પર ફોકસ કરીએ તો જ આપણે કશુંક મેળવી શકીએ. જે કરવાનું છે તેનાં પર જ આપણે વિચાર કરતાં હોઈએ તો જ આપણે તેની પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, અને આ માટે આપણે બીજાં ફાલતુ બાબતોને નજરઅંદાઝ કરી દેવી પડે. એક સમય પર માત્ર ઍક જ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું લક્ષ્ય બનાવવું જોઈએ. જો તે વાત પર ફોકસ હશે તો જ આપણે કશુંક મેળવી શકીશું.

તો ચાલો, આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍️પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

આ પણ વાંચો:Planning: તમારા રોજિંદા જીવનમાં પ્લાનિંગનું કેટલુ મહત્વ; અહી જાણો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *