Orange

Orange Side Effects: આ લોકોને ભૂલથી પણ નહીં ખાવું જોઈએ સંતરા, પહોંચાડે છે નુકસાન

Orange Side Effects: જો તમે પહેલાથી જ એસિડિટી અથવા કબજિયાત જેવી પાચન સમસ્યાઓથી પરેશાન છો, તો સંતરાનું સેવન કરવાનું ટાળો

હેલ્થ ડેસ્ક, 20 જાન્યુઆરીઃ Orange Side Effects: શિયાળામાં બજારમાં કેસરી રંગના રસદાર સંતરા આવવા લાગે છે. વિટામિન સીથી ભરપૂર આ ફળનો સ્વાદ બાળકો તેમજ વડીલોને ખૂબ જ પસંદ આવે છે. સંતરામાં વિટામીન એ, સી, ફાઈબર, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે.

સંતરાનું નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક હોવા છતાં, શું તમે જાણો છો કે કેટલાક લોકોએ સંતરા ખાવાનું ટાળવું જોઈએ. સંતરાનું વધુ પડતું સેવન તેમના સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. આવો જાણીએ ક્યા લોકોએ સંતરા ખાવા જોઈએ નહીં.

સંતરા ખાવાના સાઈડ ઇફેક્ટ્સ

એસિડિટી

જો તમે પહેલાથી જ એસિડિટી અથવા કબજિયાત જેવી પાચન સમસ્યાઓથી પરેશાન છો, તો સંતરાનું સેવન કરવાનું ટાળો. સંતરાનું સેવન તમારી સમસ્યાને વધારી શકે છે. વાસ્તવમાં, સંતરામાં એસિડ અને ફાઈબરની વધુ માત્રા પેટમાં એસિડનું પ્રમાણ વધારી શકે છે. જેના કારણે વ્યક્તિને એસિડિટી, ડાયેરિયા અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે.

દાંત સંબંધિત સમસ્યાઓ

સંતરાનું વધુ પડતું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. સંતરામાં એસિડ હોય છે, જે દાંતના દંતવલ્કમાં હાજર કેલ્શિયમ સાથે જોડાઈને બેક્ટેરિયલ ચેપનું કારણ બની શકે છે. જેના કારણે દાંતમાં સડો થવાની સમસ્યા ઉભી થઈ શકે છે.

સાંધાનો દુખાવો

સંધિવા અથવા સાંધાના દુખાવાથી પીડાતા લોકોએ પણ સંતરાનું સેવન ટાળવું જોઈએ. સંતરામાં ઠંડકની અસર હોય છે. જે તમારા હાડકામાં દુખાવાની સમસ્યાને વધુ વધારી શકે છે. આવી સ્થિતિમાં જે લોકો પહેલાથી જ સાંધાના દુુખાવા અથવા આર્થરાઈટિસથી પીડિત હોય તેઓએ સંતરાનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ.

હાર્ટ બર્ન

સંતરાનું વધુ પડતું સેવન કરવાથી હાર્ટબર્ન થઈ શકે છે. સંતરા એક ખાટું ફળ છે, જેમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે. નારંગીનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધી શકે છે. જેના કારણે વ્યક્તિને હાર્ટ બર્નની સમસ્યા થઈ શકે છે.

કિડનીની સમસ્યા

સંતરાનું વધુ પડતું સેવન કિડનીને પણ નુકસાન પહોંચાડે છે. વાસ્તવમાં સંતરામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. મોટા પ્રમાણમાં પોટેશિયમથી ભરપૂર ખોરાકને કિડની શુદ્ધ કરી શકતી નથી, જેના કારણે કિડનીને નુકસાન થવાની ભીતિ રહે છે. આ જ કારણ છે કે કિડનીના દર્દીઓને સંતરા ઓછા ખાવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો… Train Trips Extended: પશ્ચિમ રેલવેએ અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ્સ લંબાવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો