Ambaji 1

Ambaji industrial seminar: અંબાજી ખાતે તાલુકા કક્ષાનો મહિલા તથા SC, ST માટેનો ઔધોગિક સેમિનાર યોજાયો

Ambaji industrial seminar: અંબાજી ખાતે તાલુકા કક્ષાનો મહિલા તથા SC, ST માટેનો ઔધોગિક સેમિનાર આર.કે. વસાવા જનરલ મેનેજર જિલ્લા ઉધોગ કેન્દ્ર ના અધ્યક્ષ સ્થાને યોજાયો

અંબાજી, ૧૧ માર્ચ: Ambaji industrial seminar: અંબાજીના સયુંકત ઉપક્રમે ૭ માર્ચ ના રોજ અંબાજી ખાતે તાલુકા કક્ષાનો મહિલા તથા SC, ST માટેનો ઔધોગિક સેમિનાર આર.કે. વસાવા જનરલ મેનેજર જિલ્લા ઉધોગ કેન્દ્ર ના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ સેમિનારમાં કુંભારિયા ગામના સરપંચ, તલાટી કુંભારીયા તથા અંબાજી ગ્રામ પંચાયતના સભ્ય તથા ઔધોગિક સહકારી મંડળીના પ્રમુખ તથા અધિક મદદનીશ ઇજનેર પાણી પુરવઠા વિભાગ દાંતા ઉપસ્થિત રહેલ હતા.

આ પણ વાંચો: Mahisagar murder case: સુરત, અમદાવાદ બાદ મહીસાગરમાં પ્રેમી યુવાન દ્વારા પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ધા મારી હત્યા કરી

Ambaji industrial seminar: આ સેમિનારમાં અંદાજીત ૧૩૦ જેટલા લોકો ઉપસ્થિત રહેલ હતા. સેમિનારમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા અમલ થતી વિવિધ સ્વરોજગારની યોજનાઓ, કુટીર ઉધોગને ૯ ગતી યોજનાઓ તથા MSME સેકટરને લગતી યોજનાને લગતીએ વિસ્તૃત માહીતી આપવામાં આવી અને પ્રશ્નોતરી કરી લાભાર્થીઓને મુંજવતા પ્રશ્નોનું સ્થળ ઉપર પ્રત્યુતર આપવામાં આવ્યો અને લોકોને મહત્તમ સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો.

Gujarati banner 01