jagdish thakor at danta

Congress awareness program: દાંતા તાલુકા ના હડાદ ગામે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અધ્યક્ષતા માં જનજાગરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Congress awareness program: કુમ્ભારીયા મતવિસ્તારના ભાજપ ના અગ્રણી નેતા લીંબાભાઈ ડુંગાઈસા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૬ નવેમ્બર:
Congress awareness program: ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સહીત દેશ ભર માં વધતી જતી મોંઘવારી સામે અને ખેડૂતો ના મુદ્દે ભાજપ સરકાર ના બેવડા વર્તન અને બેરોજગાર યુવાનો ને નશાના રવાડે ચઢવાના આક્ષેપો સાથે હાલ કોંગ્રેસનુ જન જાગરણ અભિયાન ચાલવામાં આવી રહ્યું છે તેની સાથે દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી અને સ્નેહ મિલન સાથે દાંતા તાલુકા ના હડાદ ગામે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અધ્યક્ષતા માં જનજાગરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Congress awareness program

આ કાર્યક્રમમાં દાંતા તાલુકા સહીત જિલ્લાના પદાધિકારીઓ અને તાલુકા પંચાયતના ચાલુ અને પૂર્વ પ્રમુખો, તાલુકા જિલ્લાના સદસ્યો મહિલાદળ,સેવાદળ,NSUI,સીએસટી સેલ.લઘુમતી સેલ,OBC સેલ ,કિશાન સેલ સહીત દાંતા તાલુકા મત વિસ્તારના કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં જુના પીઢ કોંગ્રેસના કાર્યકર્તાઓ,પેટા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા

આ પણ વાંચો…Gov.job: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની 90 જગ્યા પર ભરતી, ITI કે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો- વાંચો વિગતે જાણકારી

આ પ્રંસગે કુમ્ભારીયા મતવિસ્તારના ભાજપ ના અગ્રણી નેતા લીંબાભાઈ ડુંગાઈસા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા હતા તેમનું પણ જગદીશ ઠાકોરે કોંગ્રેસનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું એટ્લુ જ નહીં આવનારા દિવસો માં ભાજપ સામે જંગે મેદાન ,જંગે એલાન કોંગ્રેસ કરવાની છે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી

જોકે હાલ તબક્કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માં જગદીશ ઠાકોરનું નામ ચર્ચાના એરણે છે ત્યારે તેમને પ્રમુખ બનવા બાબતે પૂછેલા સવાલ માં જણાવ્યું હતું કે જે કોંગ્રેસના સોનિયાગાંધી રાહુલગાંધી જેવા નેતાઓ એ પદ નો મોભો રાખ્યો નથી તેજ રીતે જગદીશ ઠાકોર પણ પ્રદેશ પ્રમુખ હોય કે ન હોય પણ ભાજપ ના દાંત ખાટા કરી નાખશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો…Vadodara 100% tap water: રાજ્યમાં સો ટકા નલ સે જલ મેળવનાર છઠ્ઠો જિલ્લો બન્યો વડોદરા

Whatsapp Join Banner Guj