Webp.net resizeimage 3

Gov.job: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એપ્રેન્ટિસની 90 જગ્યા પર ભરતી, ITI કે ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો- વાંચો વિગતે જાણકારી

Gov.job: ITI ઉમેદવારની એપ્રેન્ટિસશિપની ટ્રેનિંગ મુંબઈ, જુહૂ, ભાવનગર, વડોદરા, દીવ અને કંડલા એરપોર્ટ પર થશે

નવી દિલ્હી, 16 નવેમ્બરઃ Gov.job: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(AAI)એ એપ્રેન્ટિસની 90 જગ્યા પર ભરતી જાહેર કરી છે. સંબંધિત ટ્રેડમાં ડિગ્રી કે ડિપ્લોમા કરેલા કેન્ડિડેટ્સ આ જગ્યા પર 30 નવેમ્બર, 2021 સુધી ઓનલાઇન અપ્લાય પણ કરી શકે છે. ઉમેદવારનું સિલેક્શન પરીક્ષા/મેરિટને આધારે કરવામાં આવશે.

આ લોકેશન પર મળશે નોકરી
નોટિસ પ્રમાણે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ ટ્રેનિંગ મુંબઈ, ઔરંગાબાદ, ભોપાલ, ભુજ, દીવ, જલગાવ, જામનગર, નાગપુર અને સુરત એરપોર્ટ પર થશે. ITI એપ્રેન્ટિસશિપની ટ્રેનિંગ મુંબઈ, જુહૂ, ભાવનગર, વડોદરા, ઔરંગાબાદ,ભોપાલ, દીવ અને કંડલા એરપોર્ટ પર થશે. ડિપ્લોમા એપ્રેન્ટિસશિપની ટ્રેનિંગ મુંબઈ, સુરત, ભાવનગર, વડોદરા, ઔરંગાબાદ, પુણે, ગોવા, જામનગર, કંડલા, દીવ, જલગાંવ, સોલાપુર, કેશોદ અને નાગપુર એરપોર્ટ(Gov.job) પર થશે

આ પણ વાંચોઃ Rajpatra wedding photo: રાજકુમારે ફર્યા પત્રલેખા સાથે સાત ફેરા, લગ્ન બાદ જ યોજાયુ રિસેપ્શન- જુઓ ફોટોઝ

અરજી કરવાની તારીખો:

  • ઓનલાઇન અપ્લાય પ્રોસેસ શરૂ થયાની તારીખ: 1 નવેમ્બર 2021
  • અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 30 નવેમ્બર 2021
  • ફોર્મ કમ્પ્લીટ કરવાની છેલ્લી તારીખ: 30 નવેમ્બર 2021

લાયકાત
​​​​​​​એરપોર્ટ ઓથોરિટીના નોટિફિકેશન પ્રમાણે, ITIનું સર્ટિફિકેટ હોય તેવા ઉમેદવાર અપ્લાય કરી શકે છે. અન્ય ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી હોય તેવા કેન્ડિડેટ્સ પણ અપ્લાય કરી શકશે.

આ રીતે અપ્લાય કરો

  • ​​​​​​​કેન્ડિડેટ્સ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ www.aai.aero/en પર જાઓ.
  • વેબસાઈટના હોમપેજ પર careers ઓપ્શન પર ક્લિક કરો, અહીં તમને ભરતી સંબંધિત જાણકારી મળી જશે.
  • તેમાં તમને નોટિફિકેશન અને અરજી કરવાની લિંક મળી જશે.
  • આ પરીક્ષાનો સિલેબસ પણ તમને વેબસાઈટ પર મળી જશે.
Whatsapp Join Banner Guj