NCB Search operation at aryan house

NCB Search operation at aryan house: સતત મુશ્કેલીમાં વધારો શાહરૂખ ખાનના મન્નતમાં થશે NCBનું સર્ચ ઓપરેશન!

NCB Search operation at aryan house: હાલ આ કેસમાં અન્ય દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ઘણાંની ધરપકડ થાય તેવી શક્યતા છે

મુંબઇ, 04 ઓક્ટોબરઃNCB Search operation at aryan house: NCB દ્વારા દિલ્હીમાં તાબડતોબ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સાથે જ મુંબઈમાં ધરપકડ કરવામાં આવી તે આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન ચાલુ છે. એનસીબીના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ધરપકડની પ્રક્રિયા બાદ એનડીપીએસ કાયદામાં દરેક આરોપીના ઘરે હાઉસ સર્ચની જોગવાઈ પણ છે. તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે, શું સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત મન્નત બંગલોમાં પણ એનસીબી સર્ચ ઓપરેશન થશે?

ધરપકડ કરવામાં આવી તે આઠેય આરોપીઓ અલગ અલગ ગ્રુપમાં શિપ પર પહોંચ્યા હતા માટે ડ્રગ્સનું સેવન કરી રહેલા તેમના બાકીના સાથીદારો દરોડાની સૂચના મળ્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. હાલ આ કેસમાં અન્ય દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ઘણાંની ધરપકડ થાય તેવી શક્યતા છે. 

આ પણ વાંચોઃ lakhimpur kheri update: યુપી સરકારે મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની સહાય, ઘાયલ ખેડૂતોને 10 લાખ અને નોકરી આપવાની કરી જાહેરાત

Advertisement

એનસીબીને શાહરૂખ ખાનના દીકરા આર્યનનો સૌથી ખાસ મિત્ર અરબાજ મર્ચન્ટ ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો તેની જાણકારી મળી ગઈ છે. એનસીબીએ ક્રૂઝ પરના 8 લોકોને કસ્ટડીમાં લીધા છે અને રવિવારે આર્યને એનસીબીની મેસનું ભોજન જ લીધું હતું. તેને બહારનું કશું પણ ભોજન ઉપલબ્ધ નહોતું કરાવાયું. 

ધરપકડ કરવામાં આવ્યા તે આરોપીઓમાં દિલ્હીની બેસ્ટ મોડલ મુનમુન ધમેચા જે મોટી બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કરે છે તે પણ સામેલ છે અને તે ચરસનું સેવન કરી રહી હતી. તે સિવાય ઈશ્મિત ચઢ્ઢા દિલ્હીનો એક મોટો બિઝનેસમેન છે અને મોહક જાયસવાલનો પણ દિલ્હીમાં મોટો કારોબાર છે. ગોમીત ચોપડા એક પ્રખ્યાત હેર સ્ટાઈલિસ્ટ છે અને દિલ્હીના યોજના વિહારનો રહેવાસી છે. વિક્રાંત દિલ્હીની એક પ્રાઈવેટ કંપનીમાં પ્રોડક્ટિવિટી હેડ છે જ્યારે સજીતા નૂપુર દિલ્હીની એક બિઝનેસમેન છે. 

Whatsapp Join Banner Guj

Advertisement