Unseasonal Rain Forecast

Unseasonal Rain Forecast: ગુજરાતના આ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની આપી સૂચના

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ Unseasonal Rain Forecast: છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં સતત બદલાવ થયા કરે છે. રાજ્યના હવામાન વિભાગે આગામી 1થી 3 માર્ચ વરસાદની આગાહી કરી છે. જી, હાં અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, વલસાડ, નવસારી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડશે.

આ પણ વાંચો… Bank Holidays in March: માર્ચ મહિનામાં 14 દિવસ બેંકો રહેશે બંધ, વાંચી લો રજાઓનું લિસ્ટ

ઉલ્લેખનીય છે કે, 1થી 3 માર્ચમાં વરસાદની સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. આજે 45 કિમી પની ઝડપે પવન ફૂંકાશે, માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો