Nirmala Jay Shankar

Loksabha Elections: કેન્દ્રીય મંત્રીએ કરી જાહેરાત, નાણામંત્રી અને વિદેશમંત્રી લોકસભા ચૂંટણી લડશે? વાંચો વિગત

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃ Loksabha Elections: કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ ભાજપ તરફથી જાહેરાત કરી હતી કે, ‘પક્ષ વખતે બંનેને ચૂંટણીમાં ઉતારવાની યોજના ઘડી રહી છે.’ જણાવી દઈએ કે, પ્રહ્લાદ જોશી પણ કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી છે. કદાચ નિર્મલા સીતારમણને કર્ણાટકની કોઈ બેઠકથી ઉતારવામાં આવી શકે છે.

આ પણ વાંચો… Unseasonal Rain Forecast: ગુજરાતના આ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની આપી સૂચના

પીટીઆઈના અહેવાલ પ્રમાણે, પ્રહ્લાદ જોશીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘એ લગભગ નક્કી થઈ ચૂક્યું છે કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ. જયશંકર આગામી લોકસભા ચૂંટણી લડશે. જો કે, હજુ એ નક્કી નથી થયું કે તેઓ ક્યાંથી ચૂંટણી લડશે. પછી તે કર્ણાટકમાં હોય કે અન્ય રાજ્યમાં.’

ઉલ્લેખનીય છે કે, નિર્મલા સીતારમણ હાલ કર્ણાટકથી જ રાજ્યસભાના સભ્ય છે. તો એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસભામાં આવ્યા હતા. હાલ એસ. જયશંકર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ભારતીયો વચ્ચે લોકપ્રિય છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો