100 year ols voter ganga ben

100 year old voter Gangaben Babaria: સુરત જિલ્લાના શતાયુ મતદાર ગંગાબેન બાબરીયા મતદાન કરવા ભારે ઉત્સુક

100 year old voter Gangaben Babaria: આઝાદી પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીથી લઈ આજ સુધીની તમામ ચૂંટણીમાં ગંગાબેને મતદાન કર્યું છે

  • 100 year old voter Gangaben Babaria: ૧૬૮-ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં ૧૦૪ વર્ષના ગંગાબેન વૃદ્ધાવસ્થામાં પણ લોકશાહીની ફરજ નિભાવશે
  • લોકશાહીના મહાપર્વમાં યુવાનોને પણ શરમાવે તેવા ઉત્સાહ સાથે સુરત જિલ્લાના ૪૪૭ શતાયુ મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે

ખાસ અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, 14 નવેમ્બર:
100 year old voter Gangaben Babaria: ચૂંટણીમાં મતદાતા એટલે કે પ્રજા ખરેખર રાજા જેવો દબદબો ભોગવે છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહન પણ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ શતાયુ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુક છે. આવા જ એક શતાયુ મતદાર છે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ચોર્યાસી સચિનમાં રહેતા ગંગાબેન બાબરીયા. ૧૦૪ વર્ષના ગંગાબેન ૧૬૮-ચોર્યાસી વિધાનસભા વિસ્તારના સૌથી વયોવૃદ્ધ મતદારોમાં સ્થાન ધરાવે છે. આ ચૂંટણીમાં તેઓ સપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવશે.

લોકશાહીના મહાપર્વમાં યુવાનોને પણ શરમાવે તેવા ઉત્સાહ સાથે સુરત જિલ્લાના ૪૪૭ શતાયુ મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર સુરત જિલ્લામાં ૧૦૦ અથવા ૧૦૦થી વધુની વયજૂથના ૪૪૭ મતદારો છે, ત્યારે ૧૦૪ વર્ષના ગંગાબેન અન્ય યુવા મતદારો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.

આ પણ વાંચોElection: ચૂંટણીમાં થઈ જશે કેટલાયની ચટણી….

ગંગાબેન સચિનની શિવમ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. તેમને ચાર દીકરીઓ અને ત્રણ દીકરાઓ છે. આ ત્રણ પુત્રોના કુલ ચાર પુત્રો એટલે કે તેમના ચાર પૌત્ર છે. આ ચાર પૌત્રને ઘરે પણ કુલ ત્રણ દીકરાઓ છે. આમ, ગંગાબેન ચોથી પેઢીએ પણ સ્વસ્થ છે. આગામી તા.૧લી ડિસેમ્બરે મતદાન માટે ઉત્સાહી ગંગાબેન જણાવે છે કે, ભારત આઝાદ થયો ત્યારબાદ પ્રથમ વખત ૧૯૫૨માં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ચૂંટણી પંચે ચલચિત્રના માધ્યમથી લોકોને મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર કર્યા હતાં. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે હું સાસરે હતી, ત્યારે મેં ૩૪ વર્ષની ઉંમરે પ્રથમવાર મતદાન કર્યું હતું. આઝાદી પછીની પ્રથમ ચૂંટણીથી લઈ અત્યાર સુધીની લગભગ તમામ ચૂંટણીમાં મતદાન કર્યું છે એમ તેઓ ગર્વથી જણાવે છે.

મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. જો અમારી જેવા ૧૦૦ વર્ષ વટાવી ચૂકેલા મતદારો મતદાન કરવા જઈ શકતા હોય તો પાંચ વર્ષમાં એક વાર આવતા આ લોકશાહીના ઉત્સવમાં યુવાનોએ સહભાગી થઈને અવશ્ય મતદાન કરવું જોઈએ એવો પણ પ્રેરક સંદેશ તેઓ આપે છે.
ગંગાબેન ઘરમાં હરહંમેશ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે. હાલ તેમને નખમાં ય રોગ નથી. તેઓ ઘરનું સાદું ભોજન ગ્રહણ કરે છે. વહેલા સુઈને વહેલા ઉઠવું અને માળા, પૂજાપાઠ કરવા એ તેમનો નિત્યક્રમ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે,મારી ૧૦૪ વર્ષની ઉંમર હોવા છતાં હું ચાલી શકું છું, મારી જરૂરિયાતના કામો જાતે કરી શકું છું. વહુઓને ઘરકામમાં પણ થઈ શકે એટલી મદદ કરૂ છું. સખ્ત પરિશ્રમથી ખેતી, દેશી જીવનશૈલી, ગામડાનો શુદ્ધ અને સાત્વિક આહારથી આટલું લાંબુ જીવન જીવી રહી છે. ભગવાનના ભજન અને પ્રભુભક્તિથી મને નવું બળ મળી રહ્યું છું, અને સ્વસ્થ જીવન વિતાવી રહી છું. આ વર્ષે હું મારા દિકરાના દિકરા સાથે મતદાન કરવા જઈશ, તમે સૌ પણ મતદાન કરજો અને કરાવજો એમ પણ તેઓ સૌને શીખ આપતા જણાવે છે.

વૃદ્ધ મતદાતા સ્વગૃહે મતદાન કરી શકે છે
આ ચૂંટણીમાં ૮૦ વર્ષથી ૧૦૦ વર્ષની વયના વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત ધરાવતા વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં આવશે મતદાન કર્યા બાદ ઘરે પરત પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા માટે મતદાન કેન્દ્ર સુધી ન આવી શકે તેમ હોય તેઓને ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે જશે, અને તેમની પાસે મતદાન કરાવશે. તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયાની વીડિયોગ્રાફી થશે. મતગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે, અને સમગ્ર મતદાન પ્રકિયા વયોવૃદ્ધ મતદારના ઘરે જ થશે.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *