rivaba jadeja

Rivaba filed his candidature from BJP: રીવાબાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી, પતિ રવિન્દ્ર જાડેજાએ પત્ની માટે માંગ્યા મત.. જુઓ વિડીયો

અહેવાલ: જગત રાવલ
જામનગર, 14 નવેમ્બર:
Rivaba filed his candidature from BJP: કેન્દ્રીય ચૂંટણી પંચે તારીખો જાહેર કરતાની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. ત્યારે કેટલાંક ઉમેદવારોએ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એમાંથી એક નામ એટલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને રવિન્દ્ર જાડેજાએ પત્નીને મત આપવા માટે જામનગરવાસીઓને અપીલ કરી હતી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં રવિન્દ્ર જાડેજા કહી રહ્યા છે કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજાએ રીવાબાને જંગી બહુમતીથી જીતાડી ભાજપના વિકાસ રથને આગળ ધપાવવા મતદારોને અપીલ કરી.

આ પણ વાંચો…100 year old voter Gangaben Babaria: સુરત જિલ્લાના શતાયુ મતદાર ગંગાબેન બાબરીયા મતદાન કરવા ભારે ઉત્સુક

Gujarati banner 01