Screenshot 20200502 215119 01

અંદાજે ૩ કરોડ ૩૬ લાખ લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણનો તારીખ ૧૭મી મે થી લાભ મળશે

મુખ્યમંત્રી શ્રીના જનતા માટે સંદેશ

ગાંધીનગર, ૦૨ મેં ૨૦૨૦

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવીડ – ૧૯ના સંક્મણની સ્થિતિમાં લોકડાઉન લંબાવવાના પગલે રાજ્યના અંત્યોદય પરિવારોને અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે અને કોઈ ને ભૂખ્યા રહેવું ના પડે તેવી સંવેદના દર્શાવીને બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું છે કે, રાજ્યમાં એન.એફ.એસ.એ (રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા) અંતર્ગત અનાજ મેળવતા ૬૫.૪૦ કાર્ડધારક પરિવારો અને ગરીબી રેખા નીચે નિર્વાહ કરતા ૩.૪૦ લાખ નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ કાર્ડધારકો એમ ૬૮.૮૦ લાખ રેશનકાર્ડ ધારકોની ૩ કરોડ ૩૬ લાખ પરિવારજનો-જનસંખ્યાને મે મહિનામાં પણ વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, ચણા તેમજ મીઠાનું વિતરણ કરવા માં આવશે
આગામી ૧૭ મી મે થી રાજ્યની ૧૭ હજાર જેટલી સરકારમાન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ એપ્રિલ મહિનામાં પણ આવા રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાનું વિતરણ કરવાની સંવેદના દર્શાવી હતી

મુખ્યમંત્રીશ્રીનો સંવેદનશીલ અભિગમ
લોક ડાઉન લંબાવાં ની સ્થિતિમાં રાજ્યમાં કોઇ ભૂખ્યુ ન સુવે તેવી સંવેદના સાથે મહત્વપૂર્ણ નિર્ણયો
…………………..
કોરોના વાયરસના સંક્રમણની હાલ ની સ્થિતીમાં રાજ્યના અંત્યોદય-અગ્રતા ધરાવતા ગરીબ પરિવારોના ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને સતત બીજીવાર મે મહિનામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે
૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને મળશે લાભ
૧૭મી મેથી અનાજ વિતરણનો પ્રારંભ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્વયે પણ મે મહિનામાં ઘઉં, ચોખા અને ચણાદાળનું વિતરણ કરાશે
…………………..

હવે રાજ્યમાં કોઇ ભૂખ્યુ ન સુવે તેની કાળજી સાથે મુખ્યમંત્રીશ્રી દ્વારા અન્ય એક મહત્વ પૂર્ણ નિર્ણય લઈને
આ ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મે મહિના માટે વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા અને પરિવાર દિઠ ૧ કિલો ચણાનું વિતરણ પણ વિનામૂલ્યે કરવાનો ઉદાત અભિગમ દર્શાવ્યો છે
શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્યના ૬૦મા સ્થાપના દિવસે ૬૧ લાખ જેટલા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો – એ.પી.એલ.-૧ કાર્ડધારકોના અંદાજે અઢી કરોડ લોકોને પરિવાર દીઠ ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ અને ૧ કિલો ખાંડનું વિનામૂલ્યે વિતરણ કરવાની જાહેરાત કરી હતી અને તારીખ ૭મી મેથી તેનો પ્રારંભ થવાનો છે
હવે રાજ્યના એન.એફ.એસ.એ. અને બી.પી.એલ. નોન એન એફ એસ એ એમ ૬૮.૮૦ લાખ કાર્ડધારકોના અંદાજે ૩ કરોડ ૩૬ લાખ લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણનો તારીખ ૧૭મી મે થી લાભ આપવાની તેમણે આગવી સંવેદનશીલતા દર્શાવી છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમને પગલે રાજ્યમાં કુલ જનસંખ્યાના ૯૨ ટકાને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે
જે અનુસાર રૂપિયા ૯૮૧ કરોડના બજાર મૂલ્યનું ૪૨.૪૮ કવીન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે
આ અનાજ વિતરણમાં ૨૮.૪૪ લાખ કવીન્ટલ ઘઉં – ૧૧.૪૬ લાખ કવીન્ટલ ચોખા-૧.૩૯ લાખ કવીન્ટલ ખાંડ-૧.૧૯ લાખ કવીન્ટલ તુવેર-ચણા દાળનો સમાવેશ થાય છે
મુખ્યમંત્રીશ્રીની અત્યાર સુધીની આવી ગરીબલક્ષી સંવેદનાસ્પર્શી જાહેરાતો ના ગણતરીના દિવસોમાં જ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સુચારુ ઢબે સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કર્યું છે