7 members of Chaddi gang were caught

7 members of Chaddi gang were caught: વલસાડ પોલીસે કુખ્યાત ચડ્ડી ગેંગના 7 સાગરીતોને ઝડપી15 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો

7 members of Chaddi gang were caught: વલસાડ LCBની ટીમે પ્રાથમિક પૂછપરછ કરતા આંતર રાજ્ય ચડ્ડી ગેંગના સાગરીતો હોવાનું જાણવા મળ્યું

વલસાડ, 29 મેઃ7 members of Chaddi gang were caught: વલસાડ જિલ્લા LCBની ટીમને મળેલી બાતમીના આધારે નાના વાઘછીપા ચિવલ રોડ ઉપરથી એક કાર ન. GJ-01-RD-9857 ને અટકાવી ચેક કરતા કારમાંથી લોખંડનું કટર વાંદરી પાનું, 3 મોબાઈલ મળી કુલ 7 આરોપીઓને 5.12 લાખના અમુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. વલસાડ LCBની ટીમે પ્રાથમિક પૂછપરછ કરતા આંતર રાજ્ય ચડ્ડી ગેંગના સાગરીતો હોવાનું જાણવા મળ્યું હતું.

વલસાડ LCBના PSI પનારાને મળેલી બાતમીના આધારે નાના વાઘછીપા- ચિવલ રોડ ઉપર જતી કાર નંબર GJ-01-RD-9857માં આંતર રાજ્ય ચડ્ડી ગેંગના 7 જેટલા સાગરીતો કોઈ ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.

આ પણ વાંચોઃ Dedication of accommodation to police personnel: આગામી સમયમાં જિલ્લામાં રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૨૮૦ આવાસોનું નિર્માણ કરવામાં આવશે

ચડ્ડી ગેંગના સાત આરોપીઓને ઝડપી પાડવા વલસાડ LCBની ટીમના જવાનોએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારમાં બેસેલા 7 આરોપીઓને ઉતારી ચેક કરતા લોખંડનો કટર, વાંદરી પાનું, રોકડા રૂપિયા 4000 અને 3 મોબાઈલ મળી કુલ 5.12 લાખનો મુદ્દામાલ સાથે 7 આરોપીઓને ઝડપી પાડયા હતા.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં અને પારડી પોલીસ મથક વિસ્તારમાં એક એક ગુના મળી આંતર રાજ્ય ચડ્ડી ગેંગના કુલ 15 ગુના લઓ 7 આરોપીઓ કર્યો હોવાની કબૂલાત કરી હતી.(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Closing Ceremony of Panchmahal Dairy and Bank: ગોધરા ખાતે પંચમહાલ ડેરી અને જિલ્લા સહકારી બેંકના પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  

Gujarati banner 01