Fitness test before the T20 series

Fitness test before the T20 series: BCCIના ફરમાન મુજબ T20 સીરિઝ પહેલા ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે

Fitness test before the T20 series: BCCIએ T20 સીરીઝમાં ભાગ લેનારા ખેલાડીઓને IPL બાદ ફિટનેસ ટેસ્ટ માટે ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 29 મેઃ Fitness test before the T20 series: ટીમ ઇન્ડિયાએ આવતા મહિને સાઉથ આફ્રિકા સાથે T20ની 5 મેચો રમવાની છે. હવે આ સીરીઝની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જોકે, BCCIએ T20 સીરીઝમાં ભાગ લેનારા ખેલાડીઓને IPL બાદ ફિટનેસ ટેસ્ટ માટે ઉપસ્થિત રહેવા માટે કહ્યું છે.

ભારતીય ટીમનો દરેક ખેલાડી હવે 5 જૂન કે તેના પહેલા બેંગલોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી NCAમાં ભેગા થશે. NCAનાં નિર્દેશક વીવીએસ લક્ષ્મણ તથા ફિઝીયો નિતિન પટેલની દેખરેખ હેઠળ દરેક ખેલાડીએ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થયા બાદ જ ખેલાડી બેંગલોરથી 7 જૂનના રોજ દિલ્હી જવા માટે રવાના થશે.

આ પણ વાંચોઃ 7 members of Chaddi gang were caught: વલસાડ પોલીસે કુખ્યાત ચડ્ડી ગેંગના 7 સાગરીતોને ઝડપી15 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો

BCCIના સીનિયર અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટને કહ્યું કે, ‘સાઉથ આફ્રિકા સીરીઝના દરેક ખેલાડીઓએ એનસીએમાં ફિટનેસ શિવિર માટે ભેગા થવાનું રહેશે. તે એટલા માટે મહત્વનું છે કે, કારણ કે કેટલાક ખેલાડીઓ નાની મોટી ઇજાઓમાંથી પસાર થઇ રહ્યા છે. હર્ષલને હાલ થઇ હતી અને તેને ટાંકા આવ્યા છે.

એવામાં અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે દરેક ખેલાડી સારી રીતે રમી શકે.’ જોકે, તે હજુ પણ સ્પષ્ટ નથી કે, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાઉથ આફ્રિકા વિરુદ્ધની 5 મેચોની આખી સીરીઝ માટે ઉપલબ્ધ થવા અને વોર્મ અપ ટેસ્ટ મેચથી પહેલા 20 જૂનના રોજ ઇંગ્લેન્ડની ટીમ સાથે શામેલ થવાનાં છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Dedication of accommodation to police personnel: આગામી સમયમાં જિલ્લામાં રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૨૮૦ આવાસોનું નિર્માણ કરવામાં આવશે

Gujarati banner 01