Dedication of accommodation to police personnel

Dedication of accommodation to police personnel: આગામી સમયમાં જિલ્લામાં રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૨૮૦ આવાસોનું નિર્માણ કરવામાં આવશે

Dedication of accommodation to police personnel: અત્યાર સુઘી જિલ્લામાં રૂપિયા ૧૦૮ કરોડના ખર્ચે ૪૭૨ આવાસો અને પોલીસ મથકોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર, 29 મેઃ Dedication of accommodation to police personnel: આજે ગાંધીનગર જિલ્લામાં પોલીસ કર્મીઓને ૧૯૨ આવાસોનું લોકાર્પણ, રૂપિયા ૩૫ કરોડથી વઘુના ખર્ચે નિર્માણ કરાયા છે જેના લોકાર્પણ પ્રસંગે જાહેરાત કરાઈ છે. આગામી સમયમાં જિલ્લામાં રૂપિયા ૭૦ કરોડના ખર્ચે વધુ નવા ૨૮૦ આવાસોનું નિર્માણ કરવામાં આવશે.  

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરૂણકુમાર દુગલે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગે પોલીસ કર્મીઓ અને તેમના પરિવારના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવે છે. સરકારની નિરામય ગુજરાત યોજના અંતર્ગત જવાન અને તેમના પરિવારના સ્વાસ્થની ચકાસણી કરવામાં આવે છે. તેમજ તેમના બાળકોના વાંચન- લેખન- ગણન માટે પુસ્તકાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.     

આ પણ વાંચોઃ Closing Ceremony of Panchmahal Dairy and Bank: ગોધરા ખાતે પંચમહાલ ડેરી અને જિલ્લા સહકારી બેંકના પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  

તેમણે ઉમેર્યું હતું કે, આગામી ટુંકા સમયમાં જિલ્લામાં રૂપિયા ૭૦ કરોડના ખર્ચે ૨૮૦ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ આવાસોનું કામ પણ ટુંક સમયમાં શરૂ થનાર છે. અત્યાર સુઘી જિલ્લામાં રૂપિયા ૧૦૮ કરોડના ખર્ચે ૪૭૨ આવાસો અને પોલીસ મથકોનું નિર્માણ કરવામાં આવ્યું છે.       

જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારને નવીન મળેલ આવાસ સરકારી આવાસ નહિ, પણ તેમણે પોતાના ફલેટની ખરીદી કરી હોય તેમ જાળવણી કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.  કાર્યક્રમના અંતે ડી.વાય.એસ.પી. એમ.જે.સોલંકીએ આભારવિઘી કરી હતી.( સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Commencement of Bicycle Project under Smart City: દીવમાં સ્થાનિકો-પર્યટકો સાઇકલ ભાડે રાખી વિવિધ સ્થળે ફરી શકશે સ્માર્ટ સીટી અંતર્ગત સાઇકલ પ્રોજેકટનો આરંભ

Gujarati banner 01