12 year old daughter suicide

8 people died after drinking country liquor: દેશી દારૂ પીતા 8નાં મોત, 5થી વધુની હાલત ગંભીર; ભાવનગર-બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

8 people died after drinking country liquor: તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

બોટાદ, 25 જુલાઇઃ 8 people died after drinking country liquor: બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.

ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.

આ પણ વાંચોઃ List of changed trains: રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને લીધે, 5 ઓગસ્ટ સુધી રેલ વ્યવહાર ને અસર થશે

આ પણ વાંચોઃ Dhoni of the Supreme Court Notice: આમ્રપાલી ગ્રૂપ સાથે રૂ. 150 કરોડના ટ્રાન્ઝેક્શનના કેસમાં સુપ્રીમ કોર્ટે એમએસ ધોનીને નોટિસ મોકલી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01