Dhoni of the Supreme Court Notice: આમ્રપાલી ગ્રૂપ સાથે રૂ. 150 કરોડના ટ્રાન્ઝેક્શનના કેસમાં સુપ્રીમ કોર્ટે એમએસ ધોનીને નોટિસ મોકલી- વાંચો શું છે મામલો?

Dhoni of the Supreme Court Notice: આમ્રપાલી ગ્રુપ અને એમએસ ધોની વચ્ચે ટ્રાન્ઝેક્શનનો મામલો ચાલી રહ્યો છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 જુલાઇઃ Dhoni of the Supreme Court Notice: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે નોટિસ મોકલી છે. આમ્રપાલી ગ્રુપ અને એમએસ ધોની વચ્ચે ટ્રાન્ઝેક્શનનો મામલો ચાલી રહ્યો છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકેલા એમએસ ધોનીનો આ વ્યવહાર લગભગ 150 કરોડ રૂપિયાનો છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને SCની નોટિસ મહેન્દ્ર સિંહ ધોની આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર હતા.

આ પણ વાંચોઃ Mumtaz Patel may enter politics: અહેમદ પટેલના પુત્રી યોગ્ય સમયે રાજકારણમાં એન્ટ્રી મારી શકે છે, જાણો શું કરી જાહેરાત

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આમ્રપાલી ગ્રુપ અને એમએસ ધોની વચ્ચે ટ્રાન્ઝેક્શનનો મામલો ચાલી રહ્યો છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. એમએસ ધોનીએ આમ્રપાલી ગ્રૂપ પાસેથી રૂ. 150 કરોડના લેણાં લેવાના છે, બીજી તરફ ગ્રુપના ગ્રાહકોને તેમના ફ્લેટ નથી મળી રહ્યા, તેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

આમ્રપાલી ગ્રુપ અને મહેન્દ્ર સિંહ ધોની સંબંધિત આ મામલો અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો, જ્યાં હાઈકોર્ટે એક સમિતિની રચના કરી હતી. નિવૃત્ત જસ્ટિસ વીણા બીરબલની અધ્યક્ષતાવાળી આ સમિતિ મામલાને ઉકેલવા માટે જવાબદાર હતી.

આ પણ વાંચોઃ Lumpy virus: લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા કુલ ૧૪,૫૦૦ પશુધનનું રસીકરણ પૂર્ણ: આરોગ્ય તંત્ર સંક્રમણ ફેલાતું અટકાવવા સતર્ક

Gujarati banner 01