88th birth anniversary of Shri Hariprasad Swamiji: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી હરિપ્રસાદ સ્વામીજીની 88મી જયંતી નિમિત્તે મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત

88th birth anniversary of Shri Hariprasad Swamiji: હરિપ્રસાદ સ્વામીજીની 88મી જયંતિ નિમિત્તે આયોજીત ગુરૂભક્તિ મહોત્સવ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે સહભાગી થઇ ગુરૂવર્ય પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

વડોદરા, 23 મેઃ 88th birth anniversary of Shri Hariprasad Swamiji: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી હરિપ્રસાદ સ્વામીજીની ૮૮ મી જયંતી નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સી.એમ.ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સી.એમ. એ કહ્યું કે ગોવિંદ સુધી પહોંચવાનો માર્ગ ગુરુ છે.

જીવનમાં દરેક તબક્કે ગુરુનું માર્ગદર્શન જરૃરી છે. ધર્મ વગરનું વિજ્ઞાન વિનાશ નોતરી શકે છે. ત્યારે આ ધર્મ સભાની અંદર રાજેન્દ્ર ત્રિવેદી મનીષાબેન વકીલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Karan Mehra accuses Nisha Rawalof cheating: કરણ મહેરાએ નિશા રાવલ પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ, કહ્યું- 11 મહિનાથી મારા ઘરમાં રહે છે એક વ્યક્તિ

વડોદરા ખાતે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી હરિપ્રસાદ સ્વામીજીની 88મી જયંતિ નિમિત્તે આયોજીત ગુરૂભક્તિ મહોત્સવ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે સહભાગી થઇ ગુરૂવર્ય પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરની જો વાત કરવામાં આવે તો અગાઉ વિવાદ ચાલ્યો હતો.

અગાઉ પણ તેને લઈને સંતોને આશ્રમમાં ગોંધી રાખવાનો મામલો સામે આવ્યો હતો. હાઇકોર્ટમાં હજુ પણ આ મામલો ચાલી રહ્યો છે ત્યારે જ શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજીની ૮૮ મી જયંતી નિમિત્તે આયોજિત ગુરુભક્તિ મહોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં 50 હજાર થી વધુ હરિભક્તો અને લોકોની જનમેદની રહી હતી.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Appointment letter to Anganwadi workers: CMએ વડોદરા ખાતે રાજ્યભરની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિમણૂકપત્રો આપવાનો કરાવ્યો શુભારંભ

Gujarati banner 01