Appointment letter to Anganwadi workers

Appointment letter to Anganwadi workers: CMએ વડોદરા ખાતે રાજ્યભરની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નિમણૂકપત્રો આપવાનો કરાવ્યો શુભારંભ

Appointment letter to Anganwadi workers: આ વખતે શિક્ષણ ક્ષેત્રે મોટું બજેટ 34 હજાર કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. નવી આંગણવાડીઓ પણ બનાવવામાં આવશે જેને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરા, 23 મેઃ Appointment letter to Anganwadi workers: વડોદરા ખાતે રાજ્યભરની આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિમણૂકપત્રો આપવાનો શુભારંભ કરાવ્યો તથા વડોદરા મહાનગરપાલિકાના જનસુખાકારીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. મહિલા અને બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કર્યા.

પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં ગુજરાતના વિકાસને વધુ તેજ ગતિથી આગળ વધારવા અમે પ્રતિબધ્ધ છીએ. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. ઘણા સમયથી આંગણવાડીની ભરતીને લઈને રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આંગણવાડીની નવી ભરતીઓમાં નિમણૂક પાત્રો આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Golden Years FD Scheme: ICICI બેન્કે સીનિયર સિટિજન્સને આપી ભેટ, ગોલ્ડન ઇયર્સ એફડી સ્કીમની વ્યાજ દર વધાર્યો

ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરની 8000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી આંગણવાડીની ભરતીનું નોટિફીકેશન ઓનલાઈન મૂકવામાં આવ્યું છે. અગાઉ આંગણવાડી ની અનેક બહેનોએ નવી ભરતી માટે સરકારને રજૂઆતો પણ કરી હતી ત્યારે હવે આ ભરતીઓ આવી ગઈ છે. ધોરણ 10 પાસ અને ડિપ્લોમા કોર્સ કરેલી મહિલાઓ માટે આંગણવાડીમાં નોકરી કરવાની આ સારી તક ઉપલબ્ધ થઈ છે.

રાજ્યની વિવિધ શહેર અને જિલ્લાની આંગણવાડીઓમાં મહિલા અને બાળક વિકાસ વિભાગ ગુજરાત દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી હતી. આ વખતે શિક્ષણ ક્ષેત્રે મોટું બજેટ 34 હજાર કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે નવી આંગણવાડીઓ પણ બનાવવામાં આવશે જેને લઇને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Diamond bourse surat: સુરતમાં ડાયમંડ બુર્સનું 100% કામ પૂર્ણ થયુ, આગામી 5 જૂનના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે

Gujarati banner 01