AAP whatsapp number: ખરાબ સરકારી શાળાઓનો વિડીયો તેમજ ફોટો પાડીને AAP ના વ્હોટસએપ નંબર પર મોકલવોઃ ગોપાલ ઇટાળીયા

AAP whatsapp numberપોતાના વિસ્તારની ખરાબ સરકારી શાળાઓનો વિડીયો ઉતારીને તેમજ ફોટો પાડીને આમ આદમી પાર્ટીનાં વ્હોટસએપ નંબર પર મોકલવોઃ AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાળીયા

AAP whatsapp number: વોટસએપ નંબર ૯૫ ૧૨ ૦૪ ૦૪ ૦૪

અમદાવાદ, 15 એપ્રિલ: AAP whatsapp number: પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત દરમિયાન મીડિયા તથા સોશીયલ મીડિયા દ્વારા ગુજરાતની સરકારી શાળાની હકિકત રજુ કરવામાં આવશે: ગોપાલ ઇટાળીયા

ગોપાલ ઇટાળીયા આજે પ્રેસ વાર્તા માં જણાવ્યું..ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ મજબુતીથી જનતાનો અવાજ ઉઠાવી રહી છે. આમ આદમી પાર્ટી ગુજરાતની એક માત્ર વિરોધ પક્ષ છે, જે લોકો માટે અવાજ ઉઠાવે છે અને સત્તામાં બેઠેલી ભાજપને પણ જનતાનો અવાજ સાંભળવા માટે જનતાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તૈયાર કરે છે.

આજ દિવસ સુધી આઝાદીના આટલા વર્ષો સુધી રાજનિતીમાં દંગાની રાજનિતી, હિન્દુ મુસલમાનની રાજનિતી, જ્ઞાતિ-જાતિની રાજનિતી, ફલાણા સમાજનું અપમાન થઈ ગયુ વગેરે પ્રકારે મુદ્દા વગરની રાજનિતી ખુબ થઈ પણ અમને ગર્વ છે કે આમ આદમી પાર્ટીએ શિક્ષણના મુદ્દાને રાજનિતીના પ્લેટફોર્મ ઉપર ચર્ચાનો વિષય બનાવ્યો છે. રાજકિય પ્લેટફોર્મ ઉપર અત્યારે શિક્ષા ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

કોઇપણ દેશ, કોઇપણ સમાજ, કોઇપણ દેશની પ્રગતિનો આધાર એ શિક્ષણ છે. જ્યાં શિક્ષણ વ્યવસ્થા સારી હોય, જ્યાં સ્કુલ સારી હોય, જ્યાં ભણતર સારૂ હોય એ રાષ્ટ્ર પ્રગતિ કરે છે, એ સમાજ આગળ વધે છે, એ દેશ આગળ વધે છે, એ દેશ ઉંચાઇ ઉપર જાય છે પણ જ્યાંની સ્કુલ ખાડે ગઈ હોય જેના શિક્ષણ પર સરકારી કાર્યક્રમોને જાહેર બનાવવા માટે પરેશાન થતા હોય એ સમાજ કે રાજ્યનો વિકાસ અટકી જાય છે અમને ગર્વ છે કે શિક્ષણને મુખ્યધારાના ચર્ચાનો વિષય બનાવવામાં અમે સફળ રહ્યા છીએ.

AAP whatsapp number, Press Gopal Italia

​​મુદ્દાની રાજનિતીની અંદર શિક્ષણનો મુદ્દો ઉમેરાઇ ચુક્યો છે. તમામ પાર્ટીઓ શિક્ષણ ઉપર ચૂંટણી લડવા આગળ વધી રહી છે એવા સમયે આપણા દેશના માનનિય વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે અને વડાપ્રધાન ગુજરાતમાં આવીને શિક્ષણ વિભાગ સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે.

આ સેન્ટર ઉપર વડાપ્રધાનશ્રી કમાન્ડ સેન્ટર પર ગુજરાતની સરકારી શાળાઓનું લાઈવ વિડીયો પ્રસારણ જોવાના છે ત્યારે, ગુજરાતના હાલના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ગુજરાતની બે-પાંચ સારી સરકારી શાળા બતાવીને વડાપ્રધાનની આંખોમાં ધુળ નાખવાનું કામ કરશે એવું અમને લાગે છે.

Advertisement

​​ગુજરાતની અંદર જે બે પાંચ સારી સરકારી શાળાઓ વડાપ્રધાનને બતાવીને એમને છેતરવાનું કામ ભાજપના શિક્ષણમંત્રી કરશે. ગુજરાતની ખરાબ સરકારી શાળાઓની હાલત છુપાવીને ભાજપના મુખ્યમંત્રી અને ભાજપના શિક્ષણમંત્રી આપણા દેશના વડાપ્રધાનને છેતરી ન જાય તે માટે આમ આદમી પાર્ટીએ એક વ્હોટસએપ નંબર જાહેર કર્યો છે.

​​૯૫ ૧૨ ૦૪ ૦૪ ૦૪ આ વ્હોટસએપ નંબર પર ગુજરાતની જનતા પોતાનાં ગામની, શહેરની, મહોલ્લાની કે વિસ્તારની ખરાબ અને ખંડેર સરકારી સ્કુલો હોય તેના ફોટો અને વીડીયો મોકલવા આહવાન કરવામાં આવ્યું છે. આ નંબર ઉપર જે સરકારી સ્કુલો ફોટાઓ અને વિડીયો આવશે એ આમ આદમી પાર્ટી માનનિય વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો..About CareerNaksha: જાણો, તમારા કરિયર પસંદગીમાં મદદ કરતુ કરિયરનક્શા કેવી રીતે કામ કરે છે?

Advertisement

​​૯૫૧૨૦૪૦૪૦૪ આ વોટ્સએપ નંબર છે, આ નંબર ઉપર ગુજરાતના તમામ લોકો પોતાના વિસ્તારની ખખડધજ સરકારી સ્કુલના ફોટા મોકલશે, વીડીયો મોકલશે અને અમે વડાપ્રધાન જ્યાંરે અંહીયા સી.સી.સી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે ત્યારે મીડીયા સોસિયલ મીડીયાના માધ્યમથી અમે વડાપ્રધાન સમક્ષ અમે ગુજરાતની સ્કુલોની વાસ્તવિકતા મુકવાનો નમ્ર પ્રયાશ કરીશું. અને વડાપ્રધાન ને વિનંતી કરીશું કે તેઓ આપણા પોતાના ગુજરાતના છે, ગુજરાતી તરીકે આપણને ગર્વ છે કે નરેન્દ્રભાઇ વડાપ્રધાન છે. પરંતુ સ્કુલોની આ હાલત જે છે એનાથી દુખ થાય અને જ્યારે ભાજપનાં શિક્ષન મંત્રી અને ભાજપના મુખ્યમંત્રી બે ચાર સારી સ્કુલો માનનિય વડાપ્રધાનને બતાવીને છેતરવાની પ્રવૃતિ કરતા હશે

Gujarati banner 01

ત્યારે અમે એ નિષ્ફળ શિક્ષણ મંત્રી અને નિષ્ફળ મુખ્યમંત્રીને ખુલ્લા પાડવા માટે વિપક્ષ તરીકેની ભૂમિકા ભજાવશું મારી ગુજરાતના તમામ લોકોને ગુજરાતની જનતાને, કાર્યકર્તા ઓને, જાગૃત નાગરીકો ને વિનંતી છે કે, શિક્ષણ માટેની જે લડાઇ ચાલી રહી છે એક સ્પર્ધા ચાલી રહી છે. હેલ્થી ડીસકસન ચાલી રહ્યુ છે એની અંદર ભાગ લે પોતાના વિસ્તારની સ્કુલોના ફોટો વીડીયો, ક્લાસ રૂમ, ગ્રાઉન્ડ કંપાઉંડ વોલ, શિક્ષણની ક્વોલીટી શિક્ષકની સંખ્યા સ્કુલની અંદર શિક્ષક શિક્ષણની ક્વોલીટી તમામ બાબતે અમને વોટ્સએપ નંબર ઉપર ડેટા મોકલે અને વડાપ્રધાન સમક્ષ આખા ગુજરાતનો ડેટા અમે જ્યારે અંહીયા પધારશે ત્યારે રજુ કરીશું.

તો આજે ફરી એક વખત ગર્વ સાથે કહેવાનું થાય કે આમ આદમી પાર્ટીએ શિક્ષણના મુદ્દાને ટોચનો ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે રાજનિતીની અંદર શિક્ષણ ઉપર વાત કરવા માટે તમામ મોટી મોટી પાર્ટીઓને મજબુર કરી છે મોટા મોટા નેતાઓને મજબુર કર્યા છે અમને ગર્વ છે કે શિક્ષણની જેટલી ચર્ચા થશે એટલુ જ શિક્ષણનું સ્તર સુધરશે, શાળા, શિક્ષક, વાલી અને શિક્ષણ આ તમામ વિષયોને ખુબ ફાયદો થશે શિક્ષણ ઉપર ચર્ચા થવાથી.

Advertisement