Mobile repairs

Phone autobiography: ક્રેક થઈ ગયેલા સ્માર્ટફોનને ફૂટી વાચા..વાંચો જૂના ફોનની આત્મકથા

Phone autobiography: એક સમય મારો પણ હતો સંદર્ભ: (જૂના ફોનની આત્મકથા…)


ઉક્તિ: ક્રેક થઈ ગયેલા સ્માર્ટફોનને ફૂટી વાચા….

Phone autobiography: કેમ છો બધાં મારા ચાહકો,તમને થતું હશે કે કોણ…હશે….આ…તમે સૌ મને આટલો જલ્દી ભુલી પણ ગયા, અરે…હા તમે કેમ યાદ રાખશો, મારો પરિચય હું જાતે જ આપું તમને…આ આછંકલાઈ યોગ્ય નથી…આછંકલાઈ બદલ ક્ષમા ચાહું છું,તેમ છતાંય તમને મારો પરિચય આપું છું.હું મરણપથારીએ સળવળતો અને બહારથી ક્રેક થઈ ગયેલો સ્માર્ટફોન…

સાંભળીને તમે અચરજ નવાઈ લાગશે કોઈ દાતમા આંગળીઓ પણ ચાવશે, પણ નવાઈ ન લગાડશો.તમે લોકો રજૂઆત કરી શકો એમ હું કેમ ન કરી શકું, હું સજીવ નથી પણ સજીવોના હાથમાં રમી રમી ને કાલીઘેલી વાણી શીખી રહ્યો છું… એક સમય હતો,હું છવાઈ ગયેલો, લોકોનો દિવસ મારાથી શરૂઆત થતો ને મારાથી ખત્મ થતો.

Phone autobiography, Shaimee Oza

દિલમાં રાજ કરતો હતો.માનપાન મારુ પણ હતું,કાળજી તો મારી પણ એટલી જ લેવાતી કે જાણે હું કોઈ સાથીદાર ન હોવ…મને સજાવવા માટે તો કેવા કેવા મોંઘાદાટ કવરો પાછળ લોકોને પૈસા પાણીની જેમ વેરતા.ત્યારે ત્યારે મારા દિલમાં  રાજાશાહી ઠાઠનો નશો ચડેલો. સોશિયલ સાઈટ્સ પર મને એટલો તે પ્રદર્શિત કરવામાં આવ્યો કે જાણે મેં કોઈ પદ્મશ્રી ન જીત્યો હોય.એવો તે મને વાઈરલ કરવામાં આવ્યો, મારી અંદર  કેટેગરી બહારનું ઠુસીઠુસીને ભરવામાં આવ્યું,

માણસો ઠુસીઠુસીને ખાય તો ઉબકા ,ઉલ્ટી,ઝાડા,પેટ ખરાબ,પાચનતંત્ર નબળુ પડવાની સંભાવના સર્જાય પણ હું તો રહ્યો નિર્જીવ હું કોણે મારી વ્યથા કહું આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે,આ યુગમાં બધું જ શક્ય બને છે તેમ મને પણ એકાએક વાચા ફૂટે એમાં આશ્ચર્ય ન જન્માવવુ,આ સ્પર્ધા સામે ટકવા મેં પણ બહુ પ્રયાસ કર્યા પણ હું હારી ગયેલો સ્પર્ધક છું…એમાં કોઈશંકાને સ્થાન નથી જ.
 
સમય વિતતો ગયો,મારામાં નબળાઈ આવતી ગઈ.હું કમજોર પડતો ગયો,તો મને રિપેરિંગ હાઉસ ભરતી કરવામાં આવ્યો,મારા  ચાહકે મારી સર્જરીના ભાવ સાંભળી,મને આસમાનેથી જમીન પર ક્યારે પટક્યો ખબર જ ન રહી. જેમ જેમ મારા નવા નવા ભાઈઓનો જન્મ થયો,નવા નવા ફંક્શન નવા નવા ફિચર્સ ફોટોનુ ક્લીન રિઝલ્ટ,વિડીયો ક્વોલિટી, નવા નવા ફંક્શનની સુવિધા પણ બહુ સરસ એટલે લોકો તેમના તરફ વળ્યા,મારી ગણતરી હવે ધીરે ધીરે ઓછી થવા લાગી.

બજારમાં મારુ મુલ્ય પણ ઘટવા લાગ્યું આ દુઃખ પચાવવુ બહુ અઘરું હોય છે,પણ હું પીઢ બનતો ગયો,અને આમ પણ જેમ માણસની અવસ્થા થાય તેમ ઘરડો અશક્ત થાય છે, તેમ મારી પણ એક અવસ્થા હતી,મેં બહુ સેવા કરી માણસોની,કોરોના સમયમાં કોઈકે મને અભ્યાસઅર્થે વાપર્યો તો,કોઈએ મનોરંજન માટે, તો કેટલાકને મેં જીરોમાંથી હિરો પણ બનાવ્યા.તમે જેટલો મારો ઉપયોગ કરો એવી મારી અવસ્થા નક્કી થાય છે,ત્રણ વર્ષની પણ હું મારા ચાહકના પ્રેમથી પાંચ વર્ષ જીવ્યો.પણ જે મારી અંદર રહેલા ઓર્ગન પણ ધીરે ધીરે કમજોર પડતાં ગયા.
        દિવસે દિવસે ઘસાતા ગયાં,હું કમજોર પડતો ગયો એટલે વ્હાલામાંથી દવાલો બનતો ગયો.

આ પણ વાંચો..About CareerNaksha: જાણો, તમારા કરિયર પસંદગીમાં મદદ કરતુ કરિયરનક્શા કેવી રીતે કામ કરે છે?

કેમેરો બ્લર થતો રહ્યો,દિવસે દિવસે મારી કામ કરવાની ઝડપ ઘટતી ગઈ, એક દિવસ તો મારા ઓર્ગન પણ મારો સાથ નોહતા આપી રહ્યા,પણ કહેવાય છે કે વિધીની વક્રતા જુઓ,હું અચાનક આમ બગડી શું ગયો લોકોની નજરમાં ઉતરતો ગયો.મને જ્યાં સુધી વાપરવો હતો.ત્યાં સુધી વાપર્યો.પણ મેં જે ઈમેજ બનાવવા જે ભોગ આપ્યો હતો એનું શું….?મારા જેવા કેટલાય વર્ઝનો માર્કેટમાં આવે છે, દરેકનો ચોક્કસ સમયગાળો હોય છે, મને મારા અતિશય ગર્વ એજ મારી આ હેસિયત બતાવી હોય એવું બની શકે?”પરંતુ રિપેરિંગ હાઉસથી પણ હાથ ઉંચા કરી દેવામાં આવ્યા કે આ સરખો નહીં થઈ શકે,માટે આટલા પૈસા ખર્ચો એના કરતાં નવો સ્માર્ટફોન ખરીદો એ બહેતર છે,મારા ચાહકે વિનંતી પણ કરી પણ રિપેરિંગવાળાએ હાથ ઉંચા કરી સોરી કહેલું ડોક્ટર સોરી કહે એટલે પુરુ થઈ ગયું,આ કેસ ફેઈલ છે,એટલે જુઠી આશા ન આપી શકું,
મારા ચાહકના દિલમાં ઉદાસી છવાઈ ગઈ, એ પણ શું કરી શકે?”

પ્રશ્ન જાણે એમ છે.પણ મારા અપડેટ વર્ઝન આવી ગયા એટલે મારું અસ્તિત્વ જ ભુંસાઈ ગયું.પણ માણસો સાથે કામ કરી મારામાં પણ વાસ્તવિકતા સ્વીકારવાની હિંમત આવી રહી છે.પણ હું અત્યારે રિપેરિંગ હાઉસમાં જન્મ અને મૃત્યુ ની પીડામાંથી મુક્તિ પામ્યો છું,મને જૂના ડબલામાંથી નવો સ્માર્ટફોન બનાવવાની સર્જરી ચાલી રહી છે…તેમ છતાંય તમારા દિલમાં જીવતો રહીશ…એવી સહ અભિલાષા….

લોકો સદાય તમારી દુવાઓમા મને સદાય સ્મરજો…

“તમારો તુટ્યો ફૂટ્યો ડબલુ બની ગયેલો એન્રોઈડ ફોન”

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *