News Flash 05

Ahmedabad Received Threat: અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, વાંચો વિગત

Ahmedabad Received Threat: ધમકી ભર્યા મેલ આવ્યા છે આ શાળાઓને ધમકી મળતા પોલીસતંત્ર કામે લાગ્યું

whatsapp banner

અમદાવાદ, 06 મેઃ Ahmedabad Received Threat: લોકસભાની ચૂંટણીને લઈને આવતી કાલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે જોકે તે પહેલા અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે જે બાદ પોલીસ કામે લાગી છે અને શાળાઓમાં તપાસની કામગીરી હાથ ધરી છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ પર પહોચી ગઈ છે. જેમાં બે શાળાના નામ સામે આવ્યા છે જે ઘાટલોડિયાની આનંદ નિકેતન, અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને સ્ત્રાપુરની એશિયા સ્કુલને ધમકી મળી છે.

આ પણ વાંચો:- Gujarat loksabha Election 2024: ગુજરાતમાં મતદાન માટે PM મોદી અને અમિત શાહ આજે જ આવ્યા અમદાવાદ- વાંચો વિગત

આ સિવાય અન્ય પણ ઘણી શાળાઓ છે કે જેમને ધમકી ભર્યા મેલ આવ્યા છે આ શાળાઓને ધમકી મળતા પોલીસતંત્ર કામે લાગ્યું છે. દિલ્હીની જેમ હવે અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભાની ચૂંટણીનું કાલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મતદાન માટે અમદાવાદની અનેક શાળામાં વોટિંગ બુથ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે હવે મતદાન પહેલા શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે.આ ધમકી રશિયન સર્વર માંથી આવી હોવાનું અનુમાન છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિતની ટીમો અલગ અલગ સ્કૂલો પર પહોંચી ગઈ છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો