women polling booth

Gujarat loksabha Election 2024: ગુજરાતમાં મતદાન માટે PM મોદી અને અમિત શાહ આજે જ આવ્યા અમદાવાદ- વાંચો વિગત

Gujarat loksabha Election 2024 : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પીએમના મતદાન સમયે હાજર રહેશે

whatsapp banner

નવી દિલ્હી, 06 મેઃ Gujarat loksabha Election 2024 : આવતીકાલે ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો માટે મતદાન થવાનું છે. ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મંગળવાર મતદાન થશે. મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આજે અમદાવાદ આવશે.

આવતીકાલે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી હોવાથી વડાપ્રધાન મોદી અને અમિત શાહ મતદાન કરવા માટે આવશે. આવતીકાલે સવારે 7-30 કલાકે વડાપ્રધાન અમદાવાદના રાણીપમાં મતદાન કરવાના છે. PM મોદી જે સ્કૂલમાં મતદાન કરવાના છે, તેમાં સાબરમતી વિધાનસભા લાગુ થાય છે.

આ પણ વાંચો:Metro train: અમદાવાદનો એક યાદગાર સફર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પીએમના મતદાન સમયે હાજર રહેશે. વડાપ્રધાન જે વિધાનસભામાં મતદાન કરવાના છે, તે અમિત શાહની ગાંધીનગર લોકસભાના ક્ષેત્રમાં જ લાગે છે. એટલે એવુ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ માટે જ મતદાન કરવાના છે.

બીજી તરફ આવતીકાલે સવારે 10-30 કલાકે અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવાના છે. અમિત શાહ જે વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કરવાના છે તે નારણપુરા છે, જે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં જ આવે છે.

રાણીપમાં આવેલ નિશાન સ્કૂલમાં PM મોદી મતદાન કરવાના છે. PM મોદીના મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે. નિશાન સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરાયું છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને SPGના અધિકારીઓ રિહર્સલમાં જોડાયા હતા. PM મોદી 6 મેના રોજ રાત્રે અમદાવાદ આવશે. વડાપ્રધાન મોદી રાજભવન ખાતે રાત્રી રોકાણ કરવાના છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો