shaktikant das RBI

RBI Announce FRSB Rates: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ વ્યાજ દર 8 ટકા નક્કી કર્યો, વાંચો વિગત

RBI Announce FRSB Rates:શોર્ટ ટર્મ ગવર્નમેન્ટ ડેટ (ટ્રેઝરી બિલ્સ) માટે તાજેતરની હરાજીની એવરેજ યીલ્ડના આધારે વ્યાજદર નિર્ધારિત કરવામાં આવે છે

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 06 મેઃ RBI Announce FRSB Rates: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ (FRSB) 2034 પર 8 ટકા વ્યાજદર નક્કી કર્યા છે. 30 એપ્રિલથી 29 ઓક્ટોબર-2024 સુધી બોન્ડ પર 8 ટકા વ્યાજ મળશે. ઉલ્લેખનીય છે, દર છ મહિને આ બોન્ડ પર વ્યાજદર બદલાય છે.

કેન્દ્ર સરકારે ખાસ પ્રકારનો બોન્ડ ફ્લોટિંગ રેટ બોન્ડ (FRB) જારી કરી રહી છે, જે 2034ના રોજ મેચ્યોર થશે. જેમાં અન્ય રેગ્યુલર બોન્ડની જેમ ફિક્સ વ્યાજદર મળે છે. પરંતુ આરબીઆઈ દ્વારા દર છ મહિને વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે.

આ પણ વાંચો:- Ahmedabad Received Threat: અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, વાંચો વિગત

શોર્ટ ટર્મ ગવર્નમેન્ટ ડેટ (ટ્રેઝરી બિલ્સ) માટે તાજેતરની હરાજીની એવરેજ યીલ્ડના આધારે વ્યાજદર નિર્ધારિત કરવામાં આવે છે. જે માર્કેટની સ્થિતિના આધારે બદલાતા રહે છે. હાલ આગામી છ માસ માટે આ બોન્ડ પર 8 ટકા વ્યાજ મળશે.

FRSBમાં રોકાણ કરનારા રોકાણકારોને આગામી છ માસ સુધી 8 ટકા વ્યાજ મળશે. જે સામાન્ય બેન્ક એફડી કરતાં વધુ છે. માર્કેટની સ્થિતિના આધારે વ્યાજદર બદલાતા હોવાથી રોકાણકારોને આકર્ષક રિટર્ન મળી શકે છે. જેમાં ઓછામાં ઓછા રૂ. 1000થી રોકાણ કરી શકો છો, મહત્તમ રોકાણ મર્યાદા નથી. જે સરકાર દ્વારા જારી કરવામાં આવતાં હોવાથી સુરક્ષિત છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો