5d40ff6c 07e0 4093 84c8 91ed3d57a1b9

ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) અમદાવાદ એરપોર્ટ પર આગમન, ભાજપના વિજયની ઉજવણી સાથે મોટેરા સ્ટેડિયમનું કરશે ઉદઘાટન

અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીઓના મતની ગણતરી ચાલી રહી છે; ત્યારે શરૂઆતનાં વલણોમાં ભાજપ આગળ રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) ફરીવાર અમદાવાદ આવ્યા. તેઓ મહાનગરપાલિકામાં ભાજપના વિજયની ઉજવણી કરશે. એ ઉપરાંત 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું મોટેરા ખાતે ઉદઘાટન કરશે તેમની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહેશે. અમિત શાહ(Amit shah) હાલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયાં છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, થોડા કલાકો પહેલા જ અમદાવાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આવી ગયા છે.

આ પણ વાંચો…

મુખ્યમંત્રી રુપાણી(CM Rupani) રાજ્યની જનતાનો આભાર માન્યો, સીએમએ કહ્યુંઃ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય