Surat Oxygen Tank 3

સ્મીમેર હોસ્પિટલમાં ૨૦ હજાર લીટરની વધુ એક લિક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકાઈ

Surat Oxygen Tank
  • ૫૦૦૦ Nm3/hr કેપેસિટી ધરાવતું વેપોરાઇઝર પણ કાર્યરત કરાયું
  • સ્મીમેરમાં કુલ ૩૦ હજારની લીટરની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં મોટી રાહત
  • મેયર ડો. જગદીશભાઈ પટેલ અને સ્મીમેરના નોડલ ઓફિસરશ્રી પુનિત નૈયરના હસ્તે ઓક્સિજન ટેંક દર્દીઓની સેવા માટે કાર્યરત કરાઈ
Surat Oxygen Tank 3

સુરતઃશનિવાર: સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક ૨૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતી લિક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકવામાં આવી છે. મેયરશ્રી ડો. જગદીશભાઈ પટેલ, નાયબ વનસંરક્ષક અને સ્મીમેરના નોડલ ઓફિસરશ્રી પુનિત નૈયરના હસ્તે આ ઓક્સિજન ટેંકનું દર્દીઓની સેવા માટે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૫૦૦૦ Nm3/hr કેપેસીટી ધરાવતું વેપોરાઇઝરનું પણ કાર્યરત કરવામાં આવ્યું છે. અગાઉ ઇન્સ્ટોલ કરાયેલી ૧૦ હજારની લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સાથે હવે સ્મીમેરમાં ૩૦ હજારની લીટર ઓક્સિજન ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની વધુ સારી રીતે સારવાર કરી શકાશે. આજથી કાર્યરત થયેલી ઓક્સિજન ટેંક આજથી દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે.

Surat Oxygen Tank2

સ્મીમેર હોસ્પિટલ ડીન ડો. આર.કે. બંસલ અને ટી.બી. એન્ડ ચેસ્ટ વિભાગના પ્રોફેસર એન્ડ હેડ ડો. અંવિન્દ સહિત મનપા અને સ્મીમેરના આરોગ્ય અધિકારીઓ, તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. હાજરીમાં ૨૦,૦૦૦ લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક આજથી દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે.

મેયરશ્રીએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલને કુલ ૩૦ હજાર લીટર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ થતા અહીં દાખલ કોવિડ-૧૯ના દર્દીઓને હવે ઓક્સિજનની તંગી રહેશે નહિ. દરેક કોરોના સંક્રમિત દર્દીઓના બેડ સુધી જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે તે માટે સ્મીમેર હોસ્પિટલ સજ્જ છે. ક્રિટીકલ કંડીશનના દર્દીઓની સઘન સારવાર કરી તેમને ઝડપથી સ્વસ્થ કરી શકાશે.

Surat Oxygen Tank4

યુદ્ધના ધોરણે લિક્વિડ ઓક્સિજન આપૂર્તિની કામગીરી આજે પૂર્ણ થયું અને હાલ ૨૮૫ બેડ સ્મીમેર હોસ્પિટલ અને સ્મીમેર પ્લસ (ડેડીકેટેટ કોવિડ હેલ્થ સેન્ટર)માં ૫૪૦ બેડની સાથે ટુંક સમયમાં એક્ષટેન્શન થનાર ઓક્સિજન સાથેના ૧૯૦ બેડ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પુરો પાડી શકાશે. ભવિષ્યમાં પણ ઓક્સિજન બેડમાં વધારો કરી શકાશે, તેમજ બહોળા પ્રમાણમાં દર્દીઓને ઓક્સિજનની સુવિધા મળશે. અને સ્ટોરેજ કેપેસિટી વધવાથી એક જ વાર રિફીલીંગ કરવાથી વધું સમય માટે ઓક્સિજનનો સ્ટોરેજ રાખી શકાશે. હાલ દિવસમાં ત્રણ વાર ઓક્સિજન રિફીલ કરવાની જરૂરિયાત રહેતી હતી, જે નવી ટેંક કાર્યરત થતાં રિફિલિંગની માત્રામાં ઘટાડો થશે.