APMC Election Result

APMC Election Result: દાંતા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપ પ્રેરિત પેનલ વિજેતા બની

APMC Election Result: દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના 10 સભ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા

દાંતા, 09 જૂનઃ APMC Election Result: ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – દાંતા મું.તા.દાંતા , જિ.બનાસકાંઠાની સનેઃ ૧૯૬૫ ના ગુજરાતના ખેતીના ઉત્પન્નના બજારો બાબતના નિયમોની જોગવાઈ અનુસાર સને ૨૦૨૨ ના માર્ચ માસમાં હાથ ધરાયેલ સામાન્ય ચુંટણીની કાર્યવાહીના અનુસંધાને નિયામક , ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર , ગુજરાત રાજ્ય , ગાંધીનગરની તા . ૧૯ / ૦૩ / ૨૦૨૨ ની સુચનાપત્રની નોટીસ મુજબ ખેડૂત મતવિભાગમાં -૧૦ ( દસ ) , વેપારી મત વિભાગમાં -૦૪ ( ચાર ) અને સહકારી મંડળીઓના ખરીદ વેચાણ મતવિભાગમાં -૦૧ ( એક ) ચૂંટણી કરવાના સભ્યોની સંખ્યા નિયત થયેલ છે.

સૂચનાપત્ર નોટીસ મુજબ તા .૦૯ / ૦૬ / ૨૦૨૨ ના રોજ ઉમેદવારી પાછી ખેંચી લેવાના નિયત સમય બાદ માન્ય નિયુક્તિ પત્રોની યાદી મુજબ ખેડૂત મતિવભાગમાં -૧૦ ( દસ ) , વેપારી મતવિભાગમાં -૦૪ ( ચાર ) અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓના મતિવભાગમાં -૦૧ ( એક ) ઉમેદવારો જ રહેલ હોવાથી નિયમ -૧૮ ( ૨ ) અન્વયે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ , દાંતાના સદસ્ય તરીકે યોગ્ય રીતે બિન હરીફ ચૂંટાયેલા આથી જાહેર કરવામાં આવ્યા છે .

આ પણ વાંચોઃ Nayanthara wedding photos: સાઉથની અભિનેત્રી નયનતારાએ ડિરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા, શાહરુખ, સમંથાથી લઇ આ મહેમાનોએ આપી હાજરી

Advertisement
  1. તરાલ ભાણાભાઈ ગુજરાભાઈ
  2. ધ્રાંગી બાબુભાઈ સાજાભાઈ પરમાર
  3. ( બારડ ) દશરથસિંહ રામસિંહ
  4. પટેલ બાબુભાઈ રણછોડભાઈ
  5. પટેલ ભરતભાઈ અંબાલાલ
  6. પરમાર ( ઠાકરડા ) વાધાજી જવાનજી
  7. પઠાણ શાહનવાજખાન મહમંદખાન
  8. રબારી મહાદેવભાઈ સેંધાભાઈ ‘
  9. વાધેલા ( ઠાકરડા ) પરથીજી ચેલાજી
  10. સોલંકી શિવસિંહ ભીખાજી

આ પણ વાંચોઃ Mahima Chaudhary diagnosed with breast cancer: અભિનેત્રી મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સરનું થયું નિદાન, અનુપમ કરી સ્પેશિયલ પોસ્ટ

Gujarati banner 01