Police alert

Police alert: ગુજરાત અને રાજસ્થાન સરહદ પર અંબાજી નજીક છાપરી બોર્ડર પર હથિયાર ધારી પોલીસ તૈનાત

Police alert: ગુજરાત ના આંતકવાદી હુમલા ના પગલે IB ના મળેલા ઇનપુટ ને લઈ રાજ્યભર ની પોલીસ સતર્ક બની

  • આતંકી હુમલા ની ધમકી ને લઈ સરહદ છાપરી બોર્ડર પર સુરક્ષા વધારાઈ
  • રાજસ્થાન થી ગુજરાત પ્રવેશતા વાહનો ની પોલીસ દ્વારા ચેકીંગ
  • આતંકવાદી સંગઠન ની ધમકી ને પગલે બનાસકાંઠા પોલીસ એલર્ટ બની

અંબાજી, 09 જૂનઃ Police alert: ગુજરાતના આંતકવાદી હુમલાના પગલે IB ના મળેલા ઇનપુટને લઈ રાજ્યભર ની પોલીસ સતર્ક બની છે એટલુંજ નહીં ગુજરાત રાજ્ય માં બે રાજ્ય ની આંતરરાજ્ય સરહદ પોલીસ ચેકપોસ્ટ ઉપર પરપ્રાંત માંથી ગુજરાત માં આવતા વાહનો ની સધન ચેકીંગ કરવામાં આવી રહી છે

શક્તિપીઠ અંબાજી નજીક માત્ર 5 કિલોમીટર દૂર આવેલી આંતરરાજ્ય સરહદ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફ થી ગુજરાત (અંબાજી) આવતા અનેક વાહનો ને તપાસવામાં આવી રહ્યા છે એટલુંજ નહીં આ ચેકપોસ્ટ ઉપર હથિયારી પોલીસ પણ તેનાત કરવામાં આવી છે સાથે CCTV કેમેરા પણ સજ્જ કરાયા છે.

જોકે હાલ ચાલી રહેલી પોલીસ ની આ તપાસ કામગીરી દરમિયાન કોઈપણ જાત ના શંકાસ્પદ વ્યક્તિ કે શંક્સ્પદ ચીજ કે વસ્તુ મળી આવેલ નથી જયારે બીજો આદેશ ના આવે ત્યાં સુધી પોલીસ ની રાજ્ય ની સરહદ પરની ચેકપોસ્ટ ઉપર અન્ય રાજ્યો માંથી આવતા વાહનો ની તપાસ કામગીરી ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Nayanthara wedding photos: સાઉથની અભિનેત્રી નયનતારાએ ડિરેક્ટર વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા, શાહરુખ, સમંથાથી લઇ આ મહેમાનોએ આપી હાજરી

આ પણ વાંચોઃ APMC Election Result: દાંતા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપ પ્રેરિત પેનલ વિજેતા બની

Gujarati banner 01