Bharatsinh Solanki caught with a woman

Bharatsinh Solanki caught with a woman: પત્નીએ ભરતસિંહ સોલંકીને યુવતી સાથે પકડ્યા, મારામારી, વીડિયો પણ બનાવ્યો

Bharatsinh Solanki caught with a woman: ભરતસિંહ સોલંકીની પત્નીએ આરોપ લગાડ્યો છે કે યુવતીના કારણે પોતાના ઘર સંસારમાં આગ લાગી છે અને યુવતીને હિસાબે જ પતિ પત્નીના સંબંધોમાં ખટરાગ ઉભા થયા છે

અમદાવાદ, 01 જૂનઃ Bharatsinh Solanki caught with a woman: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના નામે એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમને તેમના પત્નીએ રંગેહાથ પકડ્યા હોવાનું કહેવાય છે. આ વીડિયો ભરતસિંહ સોલંકીના આણંદ સ્થિત બંગલાનો હોવાનું કહેવાય છે, જ્યાં ભરતસિંહ સોલંકી અને એક યુવતી સાથે હતા ત્યારે ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે રંગે હાથે ઝડપી પડ્યા હતા. આનો વીડિયો પણ પત્ની દ્વારા બનાવવામાં આવ્યો હતો.

ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલ અને એક યુવતી ઝઘડતા નજરે પડે છે. ભરતસિંહ સોલંકીની પત્નીએ આરોપ લગાડ્યો છે કે યુવતીના કારણે પોતાના ઘર સંસારમાં આગ લાગી છે અને  યુવતીને હિસાબે જ પતિ પત્નીના સંબંધોમાં ખટરાગ ઉભા થયા છે.

આ પણ વાંચોઃ Sourav ganguly resign as bcci president: BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું રાજીનામુ,કહ્યું- હું નવી ઇનિંગની શરૂઆત કરી રહ્યો છું

કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસિંહ સોલંકીનું પારિવારિક જીવન છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યું છે અને તેમની પત્ની રેશ્મા પટેલ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે કે પતિ પત્ની વચ્ચે યુવતી આવતા સુખી ચાલતું લગ્નજીવનમાં તણાવ ઉભો થયો છે. આ વાયરલ વીડિયોમાં ભરતસિંહ સોલંકી, રેશ્મા પટેલ અને યુવતી ઝપાઝપી કરતા દેખાઈ રહ્યા છે.

આ અગાઉ પણ ભરતસિંહ સોલંકીના પત્નીએ આરોપ લગાડ્યા હતા કે મને મારવામાં આવે છે અને ઘરે જાવ છું તો મને ધક્કા મારીને બહાર કાઢે છે. અમેરિકાથી ગુજરાત પરત આવ્યા બાદ કહ્યું હતું કે હું અહીં જ રહીશ અને મારો હક્ક મેળવીને જ રહીશ. વધુમાં કહ્યું હતું કે ના છૂટકે મારે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનો સહારો લેવો પડ્યો છે. આ મામલે ભરતસિંહ સોલંકીની પત્નીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Dedication of Vocational Training Center: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતમાં સ્પીપેટના 55માં વ્યવાયીક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Gujarati banner 01