The young lady came to India to swim and meet her lover

The young lady came to India to swim and meet her lover: બાંગ્લાદેશની છોકરી 1 કલાક તરીને પ્રેમીને મળવા ભારત આવી, પણ….

The young lady came to India to swim and meet her lover: પ્રેમીને મળવું જ છે એવું કૃષ્ણાએ નક્કી કર્યું અને તેના માટે તેણીએ સુંદરવન ડેલ્ટા તરીને ભારત આવવાનું નક્કી કર્યું

નવી દિલ્હી, 01 જૂનઃ The young lady came to India to swim and meet her lover: પ્રેમનું સમર્પણ હોય તો પછી ધૂંધવાતો દરિયો હોય કે, ઝંઝાવાતી પવન હોય, કે સરહદોના વાડા હોય, કોઇ પણ સાચા પ્રેમને રોકી શકતું નથી. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છે કે બાંગ્લાદેશની એક 22 વર્ષની છોકરી ભારતમાં રહેતા તેના પ્રેમીને મળવા માટે તરીને આવી. પ્રેમીને મળી પણ ખરી, લગ્ન પણ કર્યા પણ પછી જે થયું તે વાંચીને તમે દુખી થઇ જશો. 

જે પ્રેમ ન કરે તે ઓછો છે. બાંગ્લાદેશથી ભારત આવેલા 22 વર્ષના કૃષ્ણ મંડલની વાર્તા સાંભળીને તમે આ જ કહેશો. તેણી ભારતમાં તેના પ્રેમીને મળવા માટે પ્રાણીઓથી ભરેલા સુંદરબન ડેલ્ટાને પાર કરીને પશ્ચિમ બંગાળ આવી હતી. લગ્ન પણ કર્યા, પણ પોલીસે ધરપકડ કરી. હવે પોલીસ તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચોઃ Bharatsinh Solanki caught with a woman: પત્નીએ ભરતસિંહ સોલંકીને યુવતી સાથે પકડ્યા, મારામારી, વીડિયો પણ બનાવ્યો

બાંગ્લાદેશમા રહેતી 22 વર્ષની કૃષ્ણા મંડલને થોડા સમય પહેલાં ફેસબુક પર ભારતમા રહેતા આશિક મંડલ સાથે દોસ્તી થઇ હતી અને એ દોસ્તી પછી પ્રેમમાં બદલાઇ ગઇ હતી અને તેમણે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતુ. પણ કૃષ્ણા પાસે પાસપોર્ટ નહોતો એટલે તેના માટે ભારતમાં પ્રવેશ કરવો શક્ય નહોતો. પણ પ્રેમીને મળવું જ છે એવું કૃષ્ણાએ નક્કી કર્યું અને તેના માટે તેણીએ સુંદરવન ડેલ્ટા તરીને ભારત આવવાનું નક્કી કર્યું.

કૃષ્ણા લગભગ એક કલાક સુધી તરીને ભારતની સરહદે પહોંચી હતી. કૃષ્ણા અને આશિકે કોલકાત્તાના એક મંદિરમાં ગયા સપ્તાહે લગ્ન કરી લીધા હતા. પણ તેમના આ પ્રેમમાં પોલીસ વિલન બની. પોલીસને જાણ તો કૃષ્ણા ગેરકાયદે ભારતમાં આવી છે તો તેની ધરપકડ કરવામાં આવી.કૃષ્ણા પાસે ભારત આવવાના જરૂરી દસ્તાવેજો નહોતા.પોલીસ કૃષ્ણાને બાંગ્લાદેશ પાછી મોકલી આપશે. કૃષ્ણાનો પતિ આશિક મંડલ પરેશાન છે અને કાયદાની મદદ લેવાનું વિચારી રહ્યો છે. સુંદરવન જંગલ 10,000 કિ.મી. વિસ્તારમાં ભારત અને બાંગ્લાદેશમાં ફેલાયેલું છે. જેમાં 60 ટકા હિસ્સો બાંગ્લાદેશ અને 40 ટકા હિસ્સો ભારતમાં છે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Sourav ganguly resign as bcci president: BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું રાજીનામુ,કહ્યું- હું નવી ઇનિંગની શરૂઆત કરી રહ્યો છું

Gujarati banner 01