Sourav ganguly resign as bcci president

Sourav ganguly resign as bcci president: BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું રાજીનામુ,કહ્યું- હું નવી ઇનિંગની શરૂઆત કરી રહ્યો છું

Sourav ganguly resign as bcci president: રાજ્યસભાના સાંસદ બની શકે છે સૌરવ ગાંગુલી, આગાઉ પણ ગાંગુલીની રાજકારણમાં પ્રવેશવાની વાત વહેતી થઇ હતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 01 જૂનઃ Sourav ganguly resign as bcci president: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ફોર ઇન્ડિયાના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે અને જાહેરાત કરી છે કે હું નવી ઇંનિંગની શરૂઆત કરવા માંગુ છું. પૂર્વ ક્રિકેટર અને ભારતીય કેપ્ટનની નવી ઇનિંગની શરૂઆત થઇ શકે છે. ગાંગુલીએ ટ્વીટ કરી વધુ લોકોની મદદ કરવાની કહી વાત. આગાઉ પણ ગાંગુલીની રાજકારણમાં પ્રવેશવાની વાત વહેતી થઇ હતી.

featured 1654086529

બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ તેના ટ્વિટર હેન્ડલ પર એક રહસ્યમય પોસ્ટ મૂકી છે, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તે કંઈક નવું અને મોટું શરૂ કરવા ઉત્સુક છે, જ્યાં તે લોકોની મદદ કરવા માંગે છે. આ પોસ્ટથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ક્રિકેટમાં 30 વર્ષ પૂરા કરી રહેલા ‘દાદા’ હવે રાજકારણમાં આવશે કે નહીં.

આ પણ વાંચોઃ Dedication of Vocational Training Center: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતમાં સ્પીપેટના 55માં વ્યવાયીક તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરાયું

સૌરવ ગાંગુલીએ 1 જૂનના રોજ તેના સત્તાવાર ટ્વિટ્ટર  હેન્ડલ પર હાઇલાઇટ કર્યું હતું કે તે 30 વર્ષ ક્રિકેટ સાથે વિતાવ્યા બાદ તેની કારકિર્દી બદલવા આતુર છે. 49 વર્ષીય વ્યક્તિએ લખ્યું, “1992માં ક્રિકેટ સાથે મારી સફરની શરૂઆત થઈ ત્યારથી 2022 એ 30મું વર્ષ છે. ત્યારથી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તેણે મને તમારા બધાનો સપોર્ટ આપ્યો છે. 

વધુમાં તેણે ઉમેર્યું કે હું ઈચ્છું છું કે પ્રવાસનો ભાગ બનેલા, મને ટેકો આપનાર અને આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચવામાં મદદ કરનાર દરેકનો આભાર. આજે હું કંઈક એવું શરૂ કરવાની યોજના ઘડી રહ્યો છું જે મને લાગે છે કે ઘણા લોકોને મદદરૂપ થશે. હું આશા રાખું છું કે તમે મારી જેમ મને સમર્થન આપતા રહેશો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Compost prices will go down: ખેડૂતો માટે સરકારે જોરદાર કામ કર્યું, ખાતરના ભાવ નીચે આવશે

Gujarati banner 01