accident board

Big Accident in Rajasthan: રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, આટલા ગુજરાતીઓના થયા મોત…

Big Accident in Rajasthan: મથુરા જતી બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 11 લોકોના મોત

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ Big Accident in Rajasthan: ગુજરાતની બસને રાજસ્થાનના ભરતપુર પાસે ભારે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં એક સાથે 11 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ભાવનગરથી શ્રદ્ધાળુઓને લઈને મથુરા જતી બસનું રાજસ્થાનના ભરતપુર પાસે અકસ્માત નડ્યો હતો.

અકસ્માતના પગલે સ્થાનિક લોકો એકઠાં થયા હતા અને પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે, અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી શકે છે.

મળતી માહિતી પ્રમાણે, ભાવનગરથી શ્રદ્ધાળુઓ ભરેલી બસ મથુરા જઈ રહી હતી. જોકે, આ બસ રાજસ્થાનના ભરતપુર પાસે આગ્રા જયપુર નેશનલ હાઇવે 21 પર હંતારા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આશરે 5.30 વાગ્યે બસર અચાનક પલટી મારી ગઈ હતી.

ડ્રાઇવર અને તેના સાથીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ બસમાંથી ઉતરીને રસ્તા પાસે ઉભા હતા. ડ્રાઇવર અને તેમના સાથી બસને સરખી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ટ્રકે તેમને ટક્કર મારી અને બાજુમાં ઊભેલા લોકોને પણ કચડી નાંખ્યા હતા.

આ પણ વાંચો… Four day session of Gujarat Assembly: આજથી ગુજરાત વિધાનસભાનું ચાર દિવસનું સત્ર, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો