Draupadi Murmu

Four day session of Gujarat Assembly: આજથી ગુજરાત વિધાનસભાનું ચાર દિવસનું સત્ર, વાંચો વિગતે…

Four day session of Gujarat Assembly: રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે ઈ-વિધાનસભાનો પ્રારંભ

અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ Four day session of Gujarat Assembly: દેશમાં ઈ-વિદાનગૃહોના કેન્દ્રની મોદી સરકારના પ્રોજેકટના પ્રથમ તબકકામાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત વિધાનસભાને સંપુર્ણપણે પેપરલેસ બનાવતા ઈ-વિધાનસભાનું લોકાર્પણ થયું હતું.

ગઈકાલે રાજયની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ મુર્મુએ આજે સવારે 10 વાગ્યે વન નેશન વન એપ્લીકેશન હેઠળના ગયટઅ પ્રોજેકટને અમલી બનાવ્યા હતા. આજથી રાજય વિધાનસભાના ચાર દિવસના ચોમાસુ સત્રનો પણ પ્રારંભ થયો છે.

અગાઉના ત્રણ દિવસના સત્રના બદલે એક દિવસ વધારીને તા.13થી તા.16 સુધીનું કરવામાં આવ્યું છે અને તેમાં 9 સરકારી વિધેયક, 2 સરકારી સંકલ્પ અને રોજ એક કલાક પ્રશ્નોતરી તથા અન્ય કામકાજ થશે. ગુજરાત વિધાનસભા આજથી પેપરલેસ બની જશે. તમામ ધારાસભ્યોને આ માટે ખાસ ટેબ્લેટ અપાયા છે

અને ગઈકાલે મોક-વિધાનસભા યોજીને તેમાં ફરી એક વખત સભ્યોને તેના ઉપયોગ સહિતની તાલીમ આપવામાં આવી હતી. ઈ-વિધાનસભાની કાર્યવાહીમાં સભ્યો તેમની હાજરી પણ આ ટેબ્લેટથી પુરી શકશે તથા કોઈ વિધેયક પર મતદાન હોય તો તે પણ ટેબ્લેટ મારફત આવી શકશે.

તબકકાવાર આ પદ્ધતિને વ્યાપક બનાવાશે. રાજય વિધાનસભામાં રજુ થનારુ ગુજરાત પબ્લીક યુનિવર્સિટી વિધેયક 2023 રજુ થશે તેમાં તમામ યુનિ.ઓને એક છત્ર હેઠળ લાવવામાં આવશે તથા યુનિ. તથા પ્રાધ્યાપકો પર પણ નિયંત્રણ આવી જશે.

આ પણ વાંચો… Dengue cases in Ahmedabad: અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર; છેલ્લા 10 દિવસમાં નોંધાયા આટલા કેસ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો