Salman Khan Aamir Khan

Bollywood: એક ખાન આવ્યો કોરોના પોઝિટિવ તો બીજા ખાને લીધી કોરોનાની વેક્સિન, પોતે આપી સોશિયલ મીડિયા પર જાણકારી…

Bollywood

બોલિવુડ ન્યૂઝ, 25 માર્ચઃ બોલિવુડ(Bollywood)માં સતત કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી ઘણા સેલિબ્રિટી કોરોના પોઝિટિવ મળ્યા છે. આ વચ્ચે કોઈ બોલિવુડ સેલેબ્સ વેક્સિન લઈ રહ્યાં છે. આ વચ્ચે સમાચાર આવ્યા કે સલમાન ખાનએ પણ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીદો છે. તેણે ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે.

સલમાન ખાને ટ્વીટ કરી કહ્યુ, ‘મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.’ મહત્વનું છે કે સલમાન ખાનનો લીલાવતી હોસ્પિટલ જતો એક વીડિયો પણ વાયરલ થયો હતો. સલમાન હંમેશા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે કહેતો રહે છે. વાયરલ થયેલા વીડિયોમાં સલમાન ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી રહ્યો છે. 

ADVT Dental Titanium

બોલિવુડ મિસ્ટર આમિર ખાન કોવિડ 19 પોઝિટિવ થયા છે. તેઓ ઘરમાં જ સેલ્ફ ક્વોરન્ટિન છે અને તમામ પોટોકોલ્સનું પાલન કરી રહ્યા છે. તેઓ ઠીક છે. જે પણ તાજેતરમાં તેમના સંપર્કમાં આવ્યા હતાં તેઓએ પણ સુરક્ષા કારણોસર પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ અને તમામ રૂલ્સ ફોલો કરવા જોઈએ.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન પહેલા પણ સંજય દત્ત, ધર્મેન્દ્ર જેવા અનેક સેલેબ્સે કોરોનાની વેક્સિન લીધી છે. આ સ્ટાર્સે વેક્સિન લેતો પોતાનો ફોટો પણ શેર કર્યો હતો.

આ પણ વાંચો… 

Brazil Corona case: દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસના કેસમાં વધારો, એક દિવસમાં 3000 હજાર કરતા વધુ લોકોના મૃત્યુ