Brazil Corona case: દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસના કેસમાં વધારો, એક દિવસમાં 3000 હજાર કરતા વધુ લોકોના મૃત્યુ

Brazil Corona case

રિયો ડી જેનિરિયો, 25 માર્ચઃ દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં કોરોના વાયરસ(Brazil Corona case)ની ગતિએ દુનિયાની ચિંતા વધારી દીધી છે. અહીં પ્રથમવાર એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણથી 3000 હજાર કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. પાછલા કેટલાક સપ્તાહથી બ્રાઝિલ દુનિયામાં દરરોજ કોરોનાથી થઈ રહેલા મોતના મામલામાં પ્રથમ સ્થાને છે. મંગળવારે બ્રાઝિલમાં 3251 લોકોના મૃત્યુ થયા છે. 

બ્રાઝિલમાં સૌથી વધુ વસ્તુવાળા રાજ્ય સાઓ પાઉલોમાં 1021 લોકોના મોત થયા, જે પાછલા વખતની સર્વાધિક સંખ્યા 713ની તુલનામાં ખુબ વધુ છે. મહામારીએ બ્રાઝિલની સ્વાસ્થ્ય સિસ્ટમને ધ્વસ્ત કરી દીધી છે. હોસ્પિટલોમાં આઈસીયૂ બેડ અને ઓક્સિજનના ભંડાની કમી છે. હાલના દિવસોમાં મોટાભાગના રાજ્યોમાં પ્રતિબંધો લગાવાયા છે. 

ADVT Dental Titanium

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ મહામારીની ગંભિરતાને મહત્વ ન આવતા કહ્યું કે, અર્થવ્યવસ્થા ચાલૂ રાખવી જોઈએ જેથી તેની સ્થિતિ ખરાબ ન થાય. તેમણે સ્થાનીક નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સ્વાસ્થ્ય સંબંધી પગલાઓની પણ ટીકા કરી હતી. શુક્રવારે તેમણે બે રાજ્યો અને બ્રાઝિલના સંઘીય જિલ્લા દ્વારા લાગૂ કરવામાં આવેલા કર્ફ્યૂને અમાન્ય કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. પરંતુ સર્વોચ્ચ અદાલતે પહેલા ચુકાદો આપ્યો હતો કે ગવર્નર અને મેયરને આ પ્રકારના પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે. 

Whatsapp Join Banner Guj

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર બ્રાઝિલમાં કુલ મૃતકોની સંખ્યા 3,00,000 ની નજીક પહોંચી ગઈ છે, જે કોવિડ-19થી મોત થવાના સંબંધમાં અમેરિકા બાદ બીજા સ્થાન પર છે. મોત અને સંક્રમણના મામલામાં હજુ અમેરિકા ટોપ પર છે. જ્યારે ભારતનું સ્થાન દુનિયામાં ત્રીજુ છે. વેક્સિનેશન બાદ પણ સંક્રમણની વધી રહેલી ગતિએ દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે.

આ પણ વાંચો…

ટી20માં ઇગ્લેન્ડ સામે શાનદાર દેખાવ બદલ વિરાટ કોહલી(Virat Kohli)ને મળ્યું આ ઇનામ, આ સાથે જ ટોપ રેન્કિંગમાં આવતા ખેલાડી રહી ગયો..!