મુખ્યમંત્રી(CM Vijay Rupani)એ કોરોના અપડેટ આપતા કહ્યું- હજી એક અઠવાડિયું રાજ્યમાં કોરાના કેસ વધશે..! જુઓ વીડિયો વધુમાં શું કહ્યું…મુખ્યમંત્રીએ

CM Vijay Rupani

ગાંધીનગર,25 માર્ચ:ગુજરાત સહિત દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થયો છે. દેશમાં એક દિવસમાં કોરોનાના 53 હજાર 476 કેસ અને 251 લોકોના મોત થતાં ચિંતા વધી છે. 24 કલાકમાં ગુજરાતમાં પણ કોરોનાના સૌથી વધુ 1790 કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે મુખ્યમંત્રીએ(CM Vijay Rupani) કોરોના અપડેટ આપતા કહ્યું કે, કોરોના સંક્રમણ દેશભરમાં વધી રહી છે. કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. સંક્રમણ વધુ છે, પરંતું મૃત્યુઆંક કંટ્રોલમાં છે.

ADVT Dental Titanium

ગઈકાલે 70 હજાર ટેસ્ટ કર્યા છે. સરકાર ટેસ્ટ ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ આધારે કામ કરે છે. હજુ અઠવાડિયુ કેસ વધશે. ચાર મનપામા કેસ વધારે છે તેના ફોકસ કરીને આગળ વધીએ છીએ. તેમણે વધુમાં(CM Vijay Rupani) કહ્યું કે, અમારી ધારણા છે કે, હજી એક અઠવાડિયા કેસ વધશે, પછી ડાઈનબ્રેક આવશે. પણ કોરોના અનપ્રિડીક્ટેબલ છે. ધનવંતરી અને સંજીવની રથો ચાલે છે. જેમ જરૂર પડે તેમ નિર્ણય કરીએ છીએ.

Whatsapp Join Banner Guj

રોજના ત્રણ લાખ વેક્સીનેશન થાય તે પ્રકારે આગળ વધીએ છીએ. તમામ સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ગણી વેક્સીન અપાશે. હાલ 4 મહાનગરોમાં કેસ વધારે છે, તેથી સરકાર અહી ફોકસ કરી રહી છે. સચિવાલય અને આખા ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ કોઈ પણ એજ ગ્રૂપના હોય તેમને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને કરાશે.  

આ પણ વાંચો…

Bollywood: એક ખાન આવ્યો કોરોના પોઝિટિવ તો બીજા ખાને લીધી કોરોનાની વેક્સિન, પોતે આપી સોશિયલ મીડિયા પર જાણકારી…