alcohol

Bulldozer Run On Alcohol: કેશોદ અને માંગરોળ માંથી ઝડપાયેલ રૂ.6,95,325 નો વિદેશી દારૂ નો પોલીસે નાશ કર્યો

અમદાવાદ, ૦૮ જુલાઈ: Bulldozer Run On Alcohol: કેશોદ શહેર માંથી કુલ 21 ગુના નો ઝડપાયેલ ઇંગલિશ દારૂ જેની કુલ કિંમત રૂ 2,25,325 તથા માંગરોળ ના કુલ 30 ગુના નો ઝડપાયેલ ઇંગલિશ દારૂ જેની કિંમત રૂ 3,29000 તથા માંગરોળ ના મરિન વિસ્તારોમાંથી ઝડપાયેલ કુલ 14 ગુના નો ઝડપાયેલ ઇંગલિશ દારૂ જેની કિંમત રૂ 1,41000 આમ આજે કેશોદ અને માંગરોળ માંથી ઝડપાયેલ ઇંગલિશ દારૂ જેની કુલ કિંમત ગણીએ તો રૂ 6,95,325 ના માંગરોળ કેશોદ માંથી ઝડપાયેલ ઇંગલિશ દારૂ નો આજે કેશોદ ફાગળીરોડ પર ના એક ભરડીયા ખાતે દારૂ ની તમામ બોટલો ગોઠવી તેના પર બુલ ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Eng

Bulldozer Run On Alcohol: આ તકે કેશોદ અને માંગરોળ ડેપ્યુટી કલેક્ટર તથા કેશોદ ના નાબબ પોલીસ અધિક્ષક જે. બી. ગઢવી તથા માંગરોળ ના નાયબ પોલીસ અધિક્ષક પુરોહિત તથા કેશોદ ના ઇન્ચાર્જ પી. આઈ. ચૌહાણ વગેરે ની હાજરીમાં આ ઝડપાયેલા વિદેશી દારૂ નો પોલીસે નાશ કર્યો હતો.

આ તકે મોટા પ્રમાણમાં પોલીસ નો સ્ટ્રાફ પણ હાજર રહીયો હતો ત્યારે પોલીસ ના હેડ કોન્સ્ટેબલ કનકસિંહભાઈ બોરિચાએ પણ આ તકે વ્યવસ્થા જાળવવા અને લોકો ને કામગીરી ચાલુ હોય ત્યારે દુર કરવા માટે ની જવાબદારી અદા કરતાં જોવા મળ્યાં હતાં.

આ પણ વાંચો: Pharma training in GTU: જીટીયુ જીએસપી દ્વારા 3 દિવસીય એનાલિટીકલ ઈન્સ્ટ્રૂમેન્ટ ટ્રેનિંગ યોજાઈ- વાંચો વિગત