oxygen plan vdr sayaji hospital

oxygen plant sayaji hospital: સયાજી હોસ્પિટલ પરિસરમાં ત્રણ પ્રાણવાયુ ઉત્પાદક સંયંત્રોનું લોકાર્પણ

oxygen plant sayaji hospital: આ પ્લાન્ટસ અંદાજે દૈનિક ૪.૩ ટન જેટલો પ્રાણવાયુ પેદા કરશે

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૦૮ જુલાઈ:
oxygen plant sayaji hospital: કોરોના કટોકટીએ પ્રાણવાયુ એટલે કે ઓકસીજનના તબીબી સારવારમાં હાર્દરૂપ મહત્વને ઉજાગર અને પ્રસ્થાપિત કર્યું છે.તેના પગલે ભારત સરકાર,રાજ્ય સરકાર અને દાતાઓના સહયોગથી દવાખાનાઓની પ્રાણવાયુ માટે અન્ય બહારના એકમો પર નિર્ભરતા શક્ય તેટલી ઘટાડવા પરિસરમાં જ પ્રાણવાયુ ઉત્પાદક સંયત્રો લગાવવામાં આવી રહ્યાં છે.

તેના હેઠળ સયાજી હોસ્પિટલના પરિસરમાં (oxygen plant sayaji hospital) કુલ ૨૬૫૦ એલ.એમ.પી ની દૈનિક ઓકસીજન ઉત્પાદક ક્ષમતા ધરાવતા ત્રણ પ્લાન્ટ કિરી એન્ડ લોંસન ઉદ્યોગ સમૂહ, એલ.એન્ડ ટી.અને વિવાયઓ/ બોસ્કો કંપનીના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ત્રણ પ્લાન્ટનું સયાજી પરિસરમાં મુખ્ય વહીવટદાર શ્રી અશોક પટેલ,સલાહકાર ડો. મીનુ પટેલ,તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયર,મેડિકલ કોલેજના ડીન, વહીવટી નોડલ અધિકારી અને દાતા સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…Mansukh Mandvia: મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે, આ ત્રણ પ્લાન્ટની (oxygen plant sayaji hospital) કુલ દૈનિક ઉત્પાદન ક્ષમતા ૨૬૫૦ એક.એમ.પી જેટલી છે.અંદાજે ૬૦૦ એલ.એમ.પી એટલે એક ટન થાય.તે પ્રમાણે આ પ્લાન્ટસ અંદાજે દૈનિક ૪.૩ ટન જેટલો પ્રાણવાયુ પેદા કરી શકશે જે વેન્ટિલેટર અને એન. આર. બી. એમ.ની સુવિધાઓથી સુસજ્જ ૧૦૦ દર્દીઓ માટેના આઇ. સી. યુ.ના દૈનિક સંચાલન માટે પૂરતો ગણાય.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ડી.આર.ડી.ઓ.ના માધ્યમથી સયાજી હોસ્પીટલ માટે વધુ એક ઓકસીજન પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો છે જેની સ્થાપનાનું કામ હાલમાં ચાલી રહ્યું છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.