DSC 0380

Pharma training in GTU: જીટીયુ જીએસપી દ્વારા 3 દિવસીય એનાલિટીકલ ઈન્સ્ટ્રૂમેન્ટ ટ્રેનિંગ યોજાઈ- વાંચો વિગત

  • ફાર્મસી સંબધીત વિવિધ રીસર્ચ અને અભ્યાસલક્ષી જ્ઞાનમાં વધારો કરવા માટે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ(Pharma training in GTU) લાભદાયી થશે. જેનાથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત રોજગારની તકો વધશે.- પ્રો. ડૉ. નવીન શેઠ, કુલપતિ જીટીયુ
  • HPLC, HPTLC, LCMS, UVE, IR જેવા ફાર્મા ક્ષેત્રમાં પરિક્ષણ માટે ઉપયોગમાં આવતાં મશીનની ટ્રેનિંગ આપવામાં આવી.  

અમદાવાદ, 08 જુલાઇઃ Pharma training in GTU: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી) દ્વારા દવાઓના પરીક્ષણ સંબઘીત અનેક પ્રકારના રિસર્ચ કાર્યો કરવામાં આવે છે.  આ પ્રકારના અદ્યતન મશીનનો ઉપયોગ કરતાં વિદ્યાર્થીઓ પણ શીખે તે હેતુસર તાજેતરમાં જીટીયુ જીએસપી દ્વારા 3 દિવસીય એનાલિટીકલ ઈન્સ્ટ્રૂમેન્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , ફાર્મસી સંબધીત વિવિધ રીસર્ચ અને અભ્યાસલક્ષી જ્ઞાનમાં વધારો કરવા માટે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ લાભદાયી થશે. જેનાથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત રોજગારની તકો વધશે. ઉદ્ધાટન પ્રસંગે મોન્ટેજ લેબોરેટરીઝના ડિરેક્ટર ડૉ. શ્રેણીક શાહ , સાગા લેબોરેટરીઝના ડિરેક્ટર વિરાચીં શાહ , જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , જીએસપીના ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ  ઉપસ્થિત રહ્યા હતાં.

જીટીયુના કુલપતિ અને કુલસચિવએ  ડૉ. કશ્યપ ઠુમ્મર અને સમગ્ર ફાર્મસી ટીમને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતાં. આ સંદર્ભે જીએસપીના ટ્રેનીંગ તજજ્ઞ  ડૉ. કશ્યપ ઠુમ્મરે જણાવ્યું હતું કે,  200 થી વધુ અરજીમાં 26 સિલેક્ટેડ વિદ્યાર્થીઓને પ્રથમ તબક્કાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં વિવિધ દવાઓ અને ખાદ્યપદાર્થો પર કરવામાં આવતાં ક્વાલિટી ટેસ્ટીંગ  અને  રિસર્ચ બાબતેના પરીક્ષણમાં વપરાતાં વિવિધ અદ્યતન મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ટ્રેનિંગ યોજાઈ હતી.

જેમાં હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમોટોગ્રાફી (HPCL) ,  હાય પર્ફોર્મન્સ થીમ લેયર ક્રોમોટોગ્રાફી (HPTLC) , લિક્વિડ ક્રોમોટોગ્રાફી માસ સ્પેક્ટોમેટ્રી (LCMS) , અલ્ટ્રાવોયોલેટ એક્સપ્રિમેન્ટ (UVE) જેવા અદ્યતન ફાર્મા મશીનોના વપરાશથી લઈને કયા-કયા પરિક્ષણ માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જેવી તમામ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ , પીએચડી સ્કૉલર્સ તેમજ ફેકલ્ટીઝ પણ જોડાયા હતાં. ટૂક સમયમાં જ બિજા અને ત્રીજા તબક્કાની ટ્રેનિંગનું આયોજન કરીને અન્ય વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Narmada water supply in kutch: કચ્છને લીલોછમ્મ જિલ્લો બનાવવા રુપાણી સરકારે આ યોજનાને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત