Ambaji candle march

Candle march held protest: અંબાજી માં જનજાતિ સમાજના લોકો દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ પ્રદર્શન

Candle march held protest: લવ જેહાદ અંતર્ગત જનજાતિ સમાજની દીકરી ને મારી 50 ટુકડા કરી થયેલ અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 22 ડિસેમ્બર:
Candle march held protest: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા જનજાતિ દીકરીઓ પર લવ જેહાદ અને ધર્માંતરણ અંતર્ગત થતા અત્યાચાર સામે દેખાવો યોજવામાં આવ્યા

ગત દિવસોમાં ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં રહેતી જનજાતિ સમાજની દીકરી રુબિકા પહાડિયા ને , બોરીયો બેલટોળેના દિલાવર અન્સારી દ્વારા પ્રેમજાળમાં માં ફસાવી ધર્માંતરણ માટે દબાણ કરવામાં આવ્યું હતું

રુબિકાના માતા પિતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે પોલીસની હાજરીમાં નિકાહ પઢાવા ધર્માંતરણ કરાવવા તેને મજબૂર કરવામાં આવી હતી

આ પણ વાંચો:PM modi advice on corona: કોરોનાને લઈને એક્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકોને આપી આ સલાહ…

રુબિકાએ ના પાડી તો દિલાવર અન્સારી અને તેના પરિવારના લોકોએ તેની સાથે અત્યાચારી રીતે મારપીટ કરી તેને નૃશંસ રીતે મોતને ઘાટ ઉતારી તેના શરીરના 50 ટુકડા કરી જાનવરોને ખાવા નાખી દીધા . કુતરાઓ શવના ટુકડા ખાતા જોવા મળ્યા

આ અમાનવીય અને અત્યંત જધન્ય કૃત્ય ને લઇ દાંતા તાલુકા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા વિરોધ કરવા આવ્યો તમામ આરોપીઓને ભારતીય દંડ વિધાન પ્રમાણે કડકમાં કડક સજા આપવામાં આવે

Gujarati banner 01