cotton crop

Crop Credit Scheme: ખેડૂતોને ઝીરો ટકા પાક ધિરાણ યોજના હેઠળ, રૂ. 417 કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવાશે

Crop Credit Scheme: આગામી 100 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 417 કરોડની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવાશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ

  • Crop Credit Scheme: રાજયની આશરે 5,000 જેટલી પેકસ, મિલ્ક અને ફીશરીઝ સહકારી મંડળીઓનો નેશનલ કો.ઓપરેટીવ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે

ગાંધીનગર, 23 ડિસેમ્બર: Crop Credit Scheme: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી ખેડૂત હિતલક્ષી સરકારે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં ખેડૂતોને પાક- ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આગામી 100 દિવસમાં રાજય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવનાર છે.

મંત્રી પટેલે વધુ વિગતો આપતો કહ્યું હતું કે રાજયની આશરે 5,000 જેટલી પેકસ, મિલ્ક અને ફીશરીઝ સહકારી મંડળીઓનો નેશનલ કો.ઓપરે ટીવ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.પેક્સ કમ્પ્યુટ રાઇઝેશન માટે જિલ્લા કક્ષાની બેઠકો પૂર્ણ કરીને આગામી ત્રણ વર્ષમાં કમ્પ્યુટ રાઇઝેશન કરવા માટેની 8,000 જેટલી પેક્સ – સેવા સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજયની A અને B વર્ગની બજાર સમિતઓમાં ખેડૂતોને યોજનાઓની જાણકારી અને લાભ મળે તે અર્થે બજાર સમિતિ દ્વારા ‘ખેડૂત સહાય કેન્દ્ર’ની રચના માટેનું આયોજન કરીને સેવાઓ નકકી કરવામાં આવનાર છે.

આ પણ વાંચો:Redeveloped sabarmati station: પશ્ચિમ રેલવે દ્વારા પુનઃ વિકસિત સાબરમતી સ્ટેશન મહાત્મા ગાંધીને કરવામાં આવશે સમર્પિત

Gujarati banner 01