accident 1

Car- tanker accident: કઠલાલ કપડવંજ રોડ પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લાકોના મોત

Car- tanker accident:ચાર મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે

કપડવંજ, 10 ડિસેમ્બરઃ Car- tanker accident: કઠલાલ કપડવંજ રોડ પર ગુરૂવારે મોડી રાતે ટેન્કર અને સ્વિફ્ટ કાર વચ્ચે ગવમખાર અકસ્માત થયો છે. પોરડા પાટિયા નજીક આ થયેલા આ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. ચાર મૃતકો સુરેન્દ્રનગર જિલ્લામાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

આ ગોજારા અકસ્માતમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે.હાલ કઠલાલ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મોડી રાતે થયેલા અકસ્માતમાં આસપાસથી લોકો આવી ગયા હતા. સ્થાનિકોએ પોલીસને આ અંગેની જાણ કરી હતી.ચાર મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે.જેમને 108 મારફતે કઠલાલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Somnath triveni sangam: ત્રિવેણી સંગમમાં લોકો ડૂબતા હોવાનો સંદેશ મળતા, NDRFની ટૂકડીએ ૬ લોકોને ડૂબતાં બચાવ્યા

Whatsapp Join Banner Guj