World Peace Day

World Peace Day: ભારત તીબ્બત સંઘ જામનગર દ્વારા લ્હાસા માર્કેટ માં વિશ્વ શાંતિ દિવસ ની ઉજવણી કરાઇ

World Peace Day: આર.એસ.એસ. અને બી.ટી.એસ. ના પદાધિકારીઓ દ્વારા તિબેતીયનોને સન્માનીત કરાયા

અહેવાલ- જગત રાવલ

જામનગર, 10 ડિસેમ્બરઃ World Peace Day: તિબેતીયનોના ધર્મગુરુ દલાઇલામા ને 10 ડિસેમ્બર 1989 ના રોજ વિશ્વ શાંતિ માટે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો વર્ષોથી તિબેતીયનો દ્વારા આ દિવસ ની વિશ્વશાંતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જામનગર ના ટાઉનહોલ નજીક ભગવાન રાધાકૃષ્ણ મંદિર નજીક આવેલી તિબેતીયનોની લ્હાસા માર્કેટ માં પણ વિશ્વશાંતિ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભારત તીબ્બત સંઘ જામનગર અને રાષ્ટ્રીય સ્વ્યસેવક સંઘ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત ભારત તીબ્બત સંઘ દ્વારા તીબ્બત ની આઝાદી અને ભારત માં રહેલા તિબેટીયનોને પૂરતું રક્ષણ મળી રહે તે માટે ના કાર્યો કરવામાં આવે છે તે અંતર્ગત જામનગર પ્રવાસી મહેમાન તરીકે આવેલા તિબેતીયનો ની લ્હાસા માર્કેટ માં વિશ્વશાંતિ દિવસ ની ઉજવણી કરાઇ જેમાં ભારત તીબ્બત સંઘ જામનગર ના મહિલા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ, ઉપાધ્યક્ષ પાયલબેન શર્મા, તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના મનોજભાઇ અડાલજા, વ્રજલાલભાઈ પાઠક, અને હર્ષવર્ધન સિંહ ઝાલા વિશ્વ હિન્દુ પરિષદ ના ભરતભાઇ મોદી વિગેરે દ્વારા તિબેતીયનોને સન્માનીત કરવામાં આવ્યા હતા

આ તકે પ્રવાસી મહેમાન તિબેટિયનો દ્વારા ભારત તીબ્બત સંઘ તેમજ આર. એસ. એસ. નો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભારત તીબ્બત સંઘ ના અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ, ઉપાધ્યક્ષ પાયલબેન શર્મા, સદસ્યો રીટાબેન ઝીંઝુવાડિયા, દીશિતાબેન પંડ્યા અને આશાબેન કટારમલ, ધારાબેન પુરોહિત વિગેરે દ્વારા વિશ્વશાંતિ માટે પૂજા કરાઇ હતી.

આ પણ વાંચોઃ Car- tanker accident: કઠલાલ કપડવંજ રોડ પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લાકોના મોત

Whatsapp Join Banner Guj