Raghavji patel jamnagr factory association wlcm

Ceremony in honor of Raghavji Patel: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો

Ceremony in honor of Raghavji Patel: રાજ્યમાં સર્વ ક્ષેત્રનો સમાન વિકાસ કરવા રાજ્ય સરકાર સુસજ્જ: રાઘવજીભાઈ પટેલ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૪ ઓક્ટોબર:
Ceremony in honor of Raghavji Patel: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આજરોજ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. આ તકે મંત્રીએ સન્માન બદલ એસોસિએશન ના સર્વેનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો સમાન વિકાસ થયો છે.

આ પણ વાંચો…82nd Mann ki baat: મન કી બાતમાં PM મોદીનો રાષ્ટ્રને સંદેશ- ઉત્તરાખંડ, કાશ્મીર, અમૃત મહોત્સવ જેવા વિષય પર કરી આ વાત- જુઓ વીડિયો

જામનગરમાં પણ બ્રાસ ઉદ્યોગ પોતાની આગવી ઓળખ ધરાવે છે ત્યારે તેનો પણ વધુ વિકાસ થશે. રાજ્ય સરકાર સર્વ ક્ષેત્રના સમાન અને સર્વાંગી વિકાસ સાથે આગળ વધવા સુસજ્જ છે.

Ceremony in honor of Raghavji Patel

આ પ્રસંગે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન બિપેન્દ્રસિંહ જાડેજા, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ ભરતભાઈ દોઢીયા, માનદ મંત્રી અશોકભાઈ દોમડીયા, સહમંત્રી હર્ષદભાઈ પણસારા, ખજાનચી ભાઈલાલભાઈ ગોધાણી, સંપાદક મનસુખભાઈ સાવલા તથા વિવિધ સમિતીના ચેરમેનઓ, કારોબારી સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj