mann ki baat image 600x337 1

82nd Mann ki baat: મન કી બાતમાં PM મોદીનો રાષ્ટ્રને સંદેશ- ઉત્તરાખંડ, કાશ્મીર, અમૃત મહોત્સવ જેવા વિષય પર કરી આ વાત- જુઓ વીડિયો

82nd Mann ki baat: આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ સો કરોડ વેક્સિનેશન માટે દેશવાસીઓને અભિનંદન આપ્યા.

નવી દિલ્હી, 24 ઓક્ટોબરઃ 82nd Mann ki baat: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યાથી રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યો. આજે વડા પ્રધાને મોદીએ મન કી બાતના 82મા સંસ્કરણને સંબોધિત કર્યુ. આજના કાર્યક્રમ(82nd Mann ki baat)માં પીએમ મોદીએ સો કરોડ વેક્સિનેશન માટે દેશવાસીઓને અભિનંદન આપ્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મારા વ્હાલા દેશવાસીઓ આપ તમામને નમસ્કાર, કોટિ-કોટિ નમસ્કાર અને હુ કોટિ-કોટિ નમસ્કાર એટલે પણ કહી રહ્યો છુ કે 100 કરોડ વેક્સિન ડોઝ બાદ આજે દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યુ કે અમારા વેક્સિન કાર્યક્રમની સફળતા ભારતના સામર્થ્યને બતાવે છે. સૌના પ્રયાસના મંત્રની શક્તિને બતાવે છે. સાથીઓ 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો ઘણો મોટો જરૂર છે પરંતુ આનાથી લાખો નાની-નાની પ્રેરક અને ગર્વથી ભરેલા અનેક અનુભવ અને અનેક ઉદાહરણ જોડાયેલા છે. મને એ દ્રઢ વિશ્વાસ એટલે હતો કેમ કે હુ પોતાના દેશ, પોતાના દેશના લોકોની ક્ષમતાઓથી સારી રીતે પરિચિત છુ. હુ જાણતો હતો કે આપણા હેલ્થકેર વર્કર્સ દેશવાસીઓના રસીકરણમાં કોઈ કસર છોડશે નહીં.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આપણા સ્વાસ્થ્ય કર્મીઓએ પોતાના અથાગ પરિશ્રમ અને સંકલ્પથી એક નવી મિશાલ રજૂ કરી, તેમણે ઈનોવેશનની સાથે પોતાના દ્રઢ નિશ્ચયથી માનવતાની સેવાનો એક નવો માનદંડ સ્થાપિત કર્યો. ઉત્તરાખંડના બાગેશ્વરમાં 100 ટકા પહેલો ડોઝ લગાવવાનુ કામ પૂરુ કરી દીધુ છે. ઉત્તરાખંડ સરકાર પણ આ માટે અભિનંદનના અધિકારી છે કેમ કે આ ઘણો દુર્ગમ અને કઠિન વિસ્તાર છે.

પીએમ મોદીએ કહ્યુ કે મારા વ્હાલા દેશવાસીઓ આપ જાણો છો કે આગામી રવિવાર 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતી છે. મન કી બાત(82nd Mann ki baat)ના દરેક શ્રોતાની તરફથી અને મારી તરફથી હુ લોખંડીપુરૂષને નમન કરૂ છુ. સાથીઓ 31 ઓક્ટોબરે અમે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવીએ છીએ. આપણા સૌનુ દાયિત્વ છે કે આપણે એકતાનો સંદેશ આપનારી કોઈને કોઈ ગતિવિધિ સાથે જરૂર જોડાઈએ.

આ પણ વાંચોઃ T20 World Cup Ind Vs Pak: આજે ઇન્ડિયા Vs પાકિસ્તાનની મેચ, મલ્ટિપ્લેક્સ મૂવીથી નહીં મેચથી હાઉસફુલ

આ કાર્યક્રમ(82nd Mann ki baat)માં વડા પ્રધાન મોદીએ કહ્યુ કે આપે જોયુ હશે કે તાજેતરમાં જ ગુજરાત પોલીસે કચ્છના લખપત કિલ્લાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી બાઈક રેલી નીકાળી છે. ત્રિપુરા પોલીસના જવાન તો એકતા દિવસ મનાવવા માટે ત્રિપુરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી બાઈક રેલી કરી રહ્યા છે એટલે કે પૂરબથી ચાલીને પશ્ચિમ સુધી દેશને જોડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન પણ ઉરીથી પઠાનકોટ સુધી આવી જ બાઈક રેલી કાઢીને દેશની એકતાનો સંદેશ આપી રહ્યા છે. હુ આ તમામ જવાનોને નમન કરૂ છુ.

તેમણે આગળ કહ્યુ કે જમ્મુ-કાશ્મીરના જ કુપવાડા જિલ્લાની કેટલીક બહેનો વિશે પણ મને જાણવા મળ્યુ છે. આ બહેનો કાશ્મીરમાં સેના અને સરકારી ઓફિસો માટે તિરંગા સિવવાનુ કામ કરે છે, આ કામ દેશભક્તિની ભાવનાથી ભરેલુ છે. હુ આ બહેનોની ભાવનાની કદર કરૂ છુ. આપે પણ ભારતની એકતા માટે, ભારતની શ્રેષ્ઠતા માટે કંઈને કંઈ કરવુ જોઈએ, જોજો આપના મનને કેટલી સંતુષ્ટિ મળે છે.

પીએમ મોદીએ કહ્યુ કે અમૃત મહોત્સવમાં પણ પોતાની કલા, સંસ્કૃતિ, ગીત અને સંગીતના રંગ અવશ્ય ભરવા જોઈએ. મારે પણ આપની જેમ અમૃત મહોત્સવ અને ગીત-સંગીત-કલાની આ તાકાત સાથે જોડાયેલા ઘણા સૂચનો આવી રહ્યા છે. આ સૂચનો, મારા માટે ઘણા મૂલ્યવાન છે. મે આને સંસ્કૃતિ મંત્રાલયને અધ્યયન માટે મોકલ્યા હતા. મને ખુશી છે કે મંત્રાલયે આટલા ઓછા સમયમાં આ સૂચનોને મોટી ગંભીરતાથી લીધુ અને તેની પર કામ પણ કર્યુ. આમાંથી જ એક સૂચન છે. દેશભક્તિના ગીતો સાથે જોડાયેલી સ્પર્ધા.

આ પણ વાંચોઃ Matchboxes price increase: 14 વર્ષ બાદ વધવા જઈ રહ્યા છે માચિસના ભાવ, ડિસેમ્બરથી આટલી મોંઘી મળશે મેચબોક્સ- વાંચો ભાવ વધવાનું કારણ?

Whatsapp Join Banner Guj